Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનાક્ષી બની ફોટોગ્રાફર

સોનાક્ષી બની ફોટોગ્રાફર
P.R
સામાન્ય રીતે કેમેરાની સામે પોઝ આપતી સોનાક્ષી હવે પોતાની આવનારી ફિલ્મ 'લૂટેરા'ના સેટ પર ફોટા પાડવામાં વ્યસ્ત બની છે.

તેણે સેટ પર પાડેલી એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને લખ્યુ હતું કે, "લૂટેરાના લોકેશન પર મેં અમુક તસવીરો ખેંચી છે. ફિલ્મ સાથે સંકળાયેલી નથી પણ મને લાગે છે કે તમારી સાથે શેર કરવી જોઈએ. વોક ઈન ધ વૂડ્સ...કોઈ તૈયાર છે?"

આ પહેલી વાર નથી જ્યારે કોઈ બોલિવૂડ સ્ટાર ફોટોગ્રાફર બન્યું હોય. થોડા સમય પહેલા જ ઈમરાન ખાને પણ 'એક મેં ઔર એક તૂ'ના સેટ પર કરિનાના 100થી પણ વધુ ફોટો લીધા હતાં. ઈમરાન તો આ ફોટોગ્રાફનું પ્રદર્શન યોજવાનું પણ વિચારી રહ્યો છે. જો કે, અમને નથી લાગતું કે સોનાક્ષી પોતાના કો-સ્ટાર રણવિરની તસવીરો ખેંચીને તેનું પ્રદર્શન યોજે.

શું તમને ખબર છે તે બોલિવૂડ સ્ટારનું નામ જે પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ છે? વેલ, બોમન ઈરાની.

Share this Story:

Follow Webdunia gujarati