Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેફના નિર્ણયો પર કરીનાની મોહર

સેફના નિર્ણયો પર કરીનાની મોહર
N.D
માયાનગરીની ચર્ચિત જોડીઓમાંથી કે સેફ અલી ખાન અને કરીના કપૂરની જોડી છે. બંનેની વચ્ચે ખૂબ સારો તાલમેલ જોવા મળે છે અને આ વધતો જ રહે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સેફના જીવનમાં કરીનાનુ મહત્વપૂર્ણ સ્થાન છે. તે તેમના દરેક કામ પર ન ફક્ત નજર રાખે છે પરંતુ મોટાભાગના કામ બંને પરસ્પર સલાહથી કરે છે. ઘણા લોકોને આ વાત ખબર છે કે સેફના બધા નિર્ણયોની જાણ કરીનાને રહે છે. અને તેની મોહર લાગ્યા વગર કોઈ નિર્ણય બહાર નથી જતો. એટલુ જ નહી હવે તો કરીના સેફના વ્યવસાયિક બાબતોમા પણ ઘણી દખલ કરવા લાગી છે. એવુ બતાવાય છે કે ફિલ્મ 'રેસ'ની સફળતા પછી બેબોએ જ સેફને સલાહ આપી કે આ ફિલ્મનો બીજો ભાગ પણ બનાવવો જોઈએ. ત્યારે સેફે નિર્માણમાં ભાગીદારી નોંધાવી. આ સિવાય દીગર પ્રોજેક્ટસમાં પણ બેબોનો સંપૂર્ણ સહયોગ રહે છે.

કરણ જોહર દ્વારા બનાવેલ ફિલ્મ 'જેહાદ'માં બંને સાથે સાથે જોવા મળશે. ત્યારબાદ સેફ દ્વારા બનાવેલ ફિલ્મ 'એજંટ વિનોદ'માં બંને કામ કરી રહ્યા છે. જોઈએ હવે આવનારા સમયમાં આ જોડી શુ નવી રજૂઆત કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati