Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેક્સી વીણા બોલીવુડમાં એંટ્રી મારવા તૈયાર

સેક્સી વીણા બોલીવુડમાં એંટ્રી મારવા તૈયાર
P.R

. પાકિસ્તાનની મૂળની સેલિબ્રિટી વીણા મલિક બોલીવુડમાં એંટ્રી કરવા જઈ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વીણા મલિક પણ નવી ફિલ્મમાં આઈટમ સોંગમાં જોવા મળશે. રિતેશ દેશમુખ અને જેનેલિયા અભિનીત 'તેરે નાલ લવ હો ગયા' ફિલ્મમાં વીણા મલિક આઈટમ સોંગમાં જોવા મળશે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે અગાઉ ઘણા શો માં નજરે પડી ચુકી છે. સલમાન ખાન સાથે હોસ્ટ કરવામાં આવેલ અંતિમ બિગ બોસમાં પણ વીણા મલિક જોવા મળી હતી. બિગ બોસમાં વીણા મલિક અને અસ્મિત પટેલ વચ્ચેના સંબંધોને લઈને ભારે ચર્ચા ચાલી હતી. આ બંનેના ચેનચાળાને કારણે બિગબોસનો મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. એક વખતે કોર્ટ સવારમાં આ શો ના પ્રસારણ્પર પ્રતિબંધ પણ મુક્યો હતો. જો કે મોડેથી વિવાદનો અંત આવ્યો હતો. વીણા મલિક પોતાની સેક્સી અદાઓને કારણે બિગબોસમાં છવાય ગઈ હતી. તે વધુ આગળ વધે એ પહેલા જે તે બિગ બોસમાંથી બહાર થઈ ગઈ હતી.

પાકિસ્તાનમાં વીણા મલિકને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. વીણા મલિકનું આ સંબંધમાં કહેવુ છે કે બોલીવુડ તરફથી તેને ઘણી ઓફરો મળી છે. પરંતુ તે ખૂબ સારી ભૂમિકાવાળી ઓફરો સ્વીકારી રહી છે. પાકિસ્તાનમાં આઈટમ સોંગનો કોઈપણ ક્રેઝ નથી. પાકિસ્તાનમાં હાલ ખૂબ ઓછી ફિલ્મો બની રહી છે. સ્થિતિ ટૂંકમાં બદલાશે એવી વીણાએ આશા વ્યક્ત કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati