Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુષ્મિતા મુદ્દસ્સરની મૈત્રીનો અંત

સુષ્મિતા મુદ્દસ્સરની મૈત્રીનો અંત
IFM
સુષ્મિતા સેન અને મુદ્દસ્સર અજીજની પ્રેમવાર્તાનો પણ એ જ અંત થયો જે અત્યાર સુધી સુષ્મિતાની લવ સ્ટોરીઓનો થતો આવ્યો છે. વિક્રમ ભટ્ટ, સંજય નારંગ, રણદીપ હુડ્ડાને સાથે સુષ્મિતાની નિકટતા રહી અને કેટલાક સમય પછી તેમના રસ્તા જુદા થઈ ગયા.

જાણવા મળ્યુ છે કે મુદ્દસ્સર સાથે સુષ્મિતાએ સંબંધ તોડી લીધા છે. તેનુ કોઈ પાકુ કારણ તો જાણવા નથી મળ્યુ, પરંતુ એવુ કહેવાય છે કે મુદ્દસ્સર વધુ પડતા ઉત્સાહમાં આવી ગયા અને તેમણે પોતાના પ્રેમ સંબંધોના વિશે સાર્વજનિક રોપે વાતો કરવી શરૂ કરી દીધી. આ વાત સુષ્મિતાને પસંદ ન આવી.

સુષ્મિતાને લઈને મુદ્દસ્સર એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મના સેટ પર બંને વચ્ચે મૈત્રી થઈ. આ વાત બીજી છે કે ફિલ્મ હજુ સુધી પૂરી નથી થઈ.

Share this Story:

Follow Webdunia gujarati