Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુપરસ્ટાર રજનીકાંત હવે રાજનીતિમાં ડંકો વગાડશે

સુપરસ્ટાર રજનીકાંત હવે રાજનીતિમાં ડંકો વગાડશે
, મંગળવાર, 18 નવેમ્બર 2014 (14:46 IST)
ચેન્નઈ તમિલમાં રજનીકાંત પછી એક સુપરહિટ ફિલ્મો આપીને તલાઈવા રજનીકાંત હવે રાજનીતિમાં પગદંડો જમાવવા જઈ રહ્યા છે. આ વાતને લઈને ઘણા સમયથી આશંકા કરવામાં આવી રહી હતી. 
 
રાજનીતિમાં આવવાની પુષ્ટી કરતા રજનીકાંત જણાવે છે કે હું ભગવાન દ્વ્રારા બતાવેલા રસ્તે જઈ રહ્યો છું તેઓ એવું ઈચ્છે કે હું રાજનીતિમાં આવીને લોકોની સ એવા કરું તો હું એવું જ કરીશ . પણ રાજનીતિનું ક્ષેત્ર ધારીએ તેવું સહેલું નથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. હું રાજનીતિથી ડરતો નથી પણ તેને લઈને થોડો સંકોચ અનુભવું છું રાજનીતિમાં મજબૂત પકડ હોવી જરૂરી છે. 
 
63 વર્ષીય અભિનેતા રજનીકાંતે પોતીની રાજનીતિમાં આવવાની ઈચ્છા ફિલ્મ લિંગાના ઓડિયો અને ટ્રેલર લોંચ 
કરતી વખતે મિડીયા સામે જણાવી હતી. ઘણા વર્ષોથી રજનીકાંત રાજનીતિક પક્ષો પોતાના પક્ષમાં લેવાની વાત કરી રહ્યા હતા. હવે તેમણે પોતાનો આખરી નિર્ણય રજૂ કર્યો છે. 
 
તેમની ફિલ્મ લિંગા ડિસેમબરમાં 12 તારીખે રજનીકાંતના જન્મદિવસે જ રિલીઝ થવાની શકયતા છે. આ ફિલ્મ તમિલ તેલુગુ અને હિંન્દી ભાષામાં રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્માં ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીતકાર એ.આર રહેમાનનું સંગીત છે. 

Share this Story:

Follow Webdunia gujarati