Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સલમાન બીજા સૌથી હોટ અભિનેતા

સલમાન બીજા સૌથી હોટ અભિનેતા
IFM
બોલીવુડમાં દરેક પર માત્ર રણબીરનો જાદુ ચાલી રહ્યો છે. બોલીવુડ જ નહી પરંતુ સામાન્ય દર્શકોની પણ હવે નવી પસંદ રણબીર બન્યા છે. એ જ કારણ છે કે આજે સૌને પાછળ છોડતા રણબેર 'હોટ અભિનેતાઓ'ની શ્રેણીમાં નંબર એક પર પહોંચી ચુક્યો છે.

માત્ર ચાર ફિલ્મો કરી ચૂકેલા રણબીરે બોલીવુડમાં પોતાનો સિક્કો એવો જમાવ્યો કે બધાને પછાડીને તે સૌના પસંદગીના બની ગયા છે. અહી સુધી કે બોલીવુડની સૌથી હોટ અભિનેત્રી કેટરીના કેફ પણ તેમના તરફ આકર્ષાઈ છે. બંનેની જોડીએ સતત બે સફળ ફિલ્મો આપી અને બોલીવુડની 'હોટ જોડી' તરીકે જાણીતી થઈ.

હોટ અભિનેતાઓ માટે થયેલા એક સર્વેક્ષણ મુજબ રણબીર કપૂર પહેલા પગથિયા પર છે. બીજા પગથિયે બોલીવુડના દમદાર અભિનેતા સલમાન ખાન છે, જે 44 વર્ષના હોવા છતા પણ પોતાની બોડીના દમ પર આજે પણ બોલીવુડની જાન અને શાન બનેલા છે.

ત્રીજા પગથિયે ઋત્વિક રોશન અને ચોથા પગથિયે જોન અબ્રાહમ અને પાંચમા પગથિયે મિસ્ટર ખેલાડી અક્ષય કુમાર છે.

Share this Story:

Follow Webdunia gujarati