Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સલમાન જેટલુ એક ફિલ્મમાંથી કમાય છે હુ એટલુ એક મહિનામાં કમાવી લઉ છુ - રાજ કુંદ્રા

સલમાન જેટલુ એક ફિલ્મમાંથી કમાય છે હુ એટલુ એક મહિનામાં કમાવી લઉ છુ - રાજ કુંદ્રા
મુંબઈ , ગુરુવાર, 24 જુલાઈ 2014 (17:58 IST)
. આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના ઓનર રાજ કુંદ્રાને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર બોલીવુડ મેગાસ્ટાર સલમાન ખાનના આલોચકોનો સામનો કરવો 
 
પડી રહ્યો છે.  વાત એમ છે કે તાજેતરમાં થયેલ એક ઈંટરવ્યુમાં રાજ કુંદ્રાએ કહી દીધુ કે 'સલમાન ખાન એક ફિલ્મ દ્વારા જેટલી કમાણી કરે છે હુ એટલા હુ એક મહિનામાં કમાવી લઉ છુ.' 
 
બસ પછી તો શુ હતુ સલમાનના ફેંસે ટ્વિટર પર રાજ કુંદ્રાને ઘેરી લીધો. જવાબમાં કુંદ્રાએ પણ સલમાન અને તેમની આવનારી ફિલ્મ 'કિક' પર નિશાન સાધતા કહ્યુ કે  
 
"ટુ ઓલ ધ હેટર્સ... મારે ફક્ત એટલુ જ કહેવાનુ છે કે જ્યારે તમે ચેરિટી કરો છો તો તેનો ઢંઢેરો પીટવાની જરૂર નથી હોતી અને હું શુ કરુ છુ અને કેમ કરુ છુ તેની સાથે તમારી કોઈ લેવા દેવા નથી.' 
 
જો કે થોડીવાર પછી જ તેમણે ટ્વીટ હટાવી લીધુ. 
 
એક વધુ ટ્વીટમાં તેમણે કહ્યુ કે 'પ્રિય મિત્રો હું બધા લોકોના કામનું સન્માન કરુ છુ. તમારી પાસે પૈસા કમાવવાના અનેક ઉપાયો હોય છે. આ ઈંટરવ્યુમાં મેં જે પણ કઈ કહ્યુ છે તે એક બિઝનેસ મેનની હૈસિયતથી કહ્યુ છે. મારો મતલબ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.' 

Share this Story:

Follow Webdunia gujarati