Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સલમાનખાનની બહેન અર્પિતાખાનના નવા બોયફ્રેંડ વિશે જાણો છો ?

સલમાનખાનની  બહેન અર્પિતાખાનના નવા બોયફ્રેંડ વિશે જાણો છો ?
મુંબઇ , મંગળવાર, 22 એપ્રિલ 2014 (15:36 IST)
હજુ થોડા સમય પહેલા જ અર્જુન કપુરે એવો ધડાકો કર્યો હતો સલમાનખાનની  બહેન અર્પિતાખાન તેની ભુતપુર્વ ગર્લ-ફ્રેંડ હતી અને તેનો પહેલો પ્રેમ હતી. અર્જુન-અર્પિતાનો સંબંધ હવે પુરો થઇ ગયો છે. અને સલમાનની આ  વહાલી બહેનને એક નવો બોયફ્રેંડ મળી ગયો છે . અર્પિતાનો આ નવા  મિત્રનુ નામ આયુષ શર્મા છે અને તે દિલ્હીમાં રહે છે. 
 
આયુષ અર્પિતાના રીલેશન એટલા ગાઢ બન્યા છે કે બનેને એક્બીજા વગર ચાલતુ નથી આયુષે હમણાં જ પોતાની સાથેનો  અર્પિતાનો ફોટો પોસ્ટ કર્યો અને કહ્યુ જ્યાં સુધી અર્પિતા તેની સાથે છે. તેની એક પળ પણ ખાલી નથી જતી. 
 
 અર્પિતા-આયુષ એક કોમન ફ્રેંડ દ્વારા મળ્યા અને બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ હવે તો બન્નેના પરિવાર વચ્ચે પણ મૈત્રી સારી થઈ ગઈ છે. ખાન ફેમિલીને પણ આયુષ વિશે જાણકારી છે આયુષ-અર્પિતા થોડા સમય પહેલા જ તેમના પરિવારજનો સાથે રજાઓ ગાળવા શિમલા ગયા હતા.  
 
 
આ પરિવારના સુત્રો તો ત્યાં સુધી કહે છે કે નજીકના ભવિષ્યમાં બન્નેની સગાઈ પણ થઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati