Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શૂટઆઉટ એટ વડાલામાં સોફીનું આઈટમ સોંગ

શૂટઆઉટ એટ વડાલામાં સોફીનું આઈટમ સોંગ
P.R

શૂટઆઉટ એટ વડાલા નામની ફિલ્મમાં પહેલાથી જ અનેક આઈટમ સોંગ ઉમેરવામાં આવી ચૂક્યા છે. મળેલી માહિતી મુજબ હવે આ ફિલ્મમાં વધુ એક આઈટમ સોંગ ઉમેરવામાં આવતા ફિલ્મમાં આઈટમ સોંગની ભરમાર જોવા મળી રહી છે. આ આઈટમ સોંગ સોફી ચૌધરીની પસંદગી કરવામાં આવી છે,જેની કોરિયોગ્રાફી આહેમદ ખાન દ્વારા કરવામાં આવી છે. આલા રે આલા નામના આ આઈટમ સોંગને લઈને સોફી ભારે ઉત્સાહિત દેખાય રહી છે. સોસિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર સોફી ચૌધરીએ કહ્યુ છે કે તેની સાથે જહોન અબ્રાહમ પણ છે.

શૂટ આઉટ એટ વડાલા વર્ષ 2013માં રજૂ થનારી સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં પહેલાથી જ સની લિયોન અને પ્રિયંકા ચોપડાનુ આઈટમ સોંગ રાખવામાં આવ્યુ છે. બંને અભિનેત્રીઓએ પોતાના કેરિયરમાં પ્રથમ વખત આઈટમ સોંગમાં ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં કંગના રાણાવત પર પણ આઈટમ સોંગ છે. મતલબ આ ફિલ્મમાં 3થી 4 આઈટમ સોંગ છે. સોફી ચૌધરી આઈટમ સોંગ વિશે વધુ કશુ કહેવા નથી માંગતી કારણ કે તેને પ્રિયંકા ચોપડા અને સની લિયોન જેવી અભિનેત્રીઓ સાથે આઈટમ સોંગની સ્પર્ધામાં ઉતરવુ પડશે.

Share this Story:

Follow Webdunia gujarati