Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ આમિર ખાનને અતુલ્ય ભારતના બ્રાંડ એમ્બેસેડરમાંથી હટાવાશે ?

શુ આમિર ખાનને અતુલ્ય ભારતના બ્રાંડ એમ્બેસેડરમાંથી હટાવાશે ?
નવી દિલ્હી. , બુધવાર, 6 જાન્યુઆરી 2016 (16:51 IST)
અસહિષ્ણુતાને લઈને આપવામાં આવેલ નિવેદનોથી વિવાદમાં આવેલ અભિનેતા આમિર ખાનને ઈંક્રેડિબલ ઈંડિયા (અતુલ્ય ભારત)કૈપેનના બ્રાંડ એમ્બેસેડરમાંથી હટાવાયાની ચર્ચા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.  પણ પર્યાવરણ મંત્રીએ કહ્યુ કે આમિર ખાન પ્રત્યેના વલણમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. . હવે જોવાનું એ છે કે ઈક્રેડિબલ ઈંડિયા કૈપેનમાં લીડ કરી રહેલ આમિર ખાન આગળ અતુલ્ય ભારતની જાહેરાત કરશે કે નહી.  
 
નીચલી કોર્ટના આદેશ પર આમિર સાથે અસહિષ્ણુતા મામલે તપાસ કરશે 
 
ઉલ્લેખનીય છેકે અસહિષ્ણુતને લઈને નોંધાયેલ એક પરિવાદમાં રાયપુરની નીચલી કોર્ટે ફિલ્મ સ્ટાર આમિર ખાનનુ નિવેદન નોંધવાનો આદેશ પોલીસને આપ્યો છે. જૂની વસ્તી પોલીસ આ મામલાની તપાસ માટે મુંબઈ જશે અને ત્યા આમિર ખાનનુ નિવેદન લઈને સમગ્ર રિપોર્ટ કોર્ટને સોંપશે. કોર્ટે આ માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય નિર્ધારિત કર્યો છે. આ પહેલુ પ્રકરણ છે જેમા રાજ્યની પોલીસ પહેલીવાર કોઈ ફિલ્મી કલાકારનુ નિવેદન લેશે. થોડા દિવસો પહેલા જ અસહિષ્ણુતાને લઈને દેશભરમાં ખલબલી મચી હતી. અને અનેક હસ્તીયોએ પોતાનુ નિવેદન આપ્યુ હતુ. 
 
ઉલ્લેખનીય છે કે આમિર ખાને ગયા વર્ષે નવેમ્બરમાં દેશમાં અસહિષ્ણુતાને લઈને નિવેદન આપ્યુ હતુ. જેનો દેશભરમાં વિરોધ થયો હતો. આમિરે કહ્યુ હતુ કે તેમના બાળકોને લઈને તેમને પહેલીવાર ડર લાગી રહ્યો છે.  દેશનુ વાતાવરણ જોઈને એકવાર તો પત્ની કિરણે પુછ્યુ હતુ કે શુ આપણે દેશ છોડી દેવો જોઈએ ? કિરણ બાળકની સુરક્ષાને લઈને ચિંતત હતી. 
 
કેવી રીતે ઉઠ્યો અસહિષ્ણુતાનો મામલો ? 
 
ઉત્તરપ્રદેશના દાદરીમાં ગોમાંસ રાખવાનો આરોપ લાગ્યા પછી એક યુવકની હત્યા કરવામાં આવી હતી. તેના ઠીક પહેલા કન્નડ લેખક કલબુર્ગીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓ પછી અસહિષ્ણુતા પર નેતા-અભિનેતાઓના નિવેદન આવવા લાગ્યા.   આ સાથે જ અનેક પ્રખ્યાત લેખકો અને વિદ્વાનોએ એવોર્ડ વાપસી જેવુ અભિયાન ચલાવી દીધુ હતુ. એવોર્ડ વાપસી વિરોધ બતાવવાની એક રીત હતી. 

Share this Story:

Follow Webdunia gujarati