Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું વાત કરો છો ? આમીરના નગ્ન પોસ્ટરે મલ્લિકાને હેરાન કરી દીધી !

શું વાત કરો છો ? આમીરના નગ્ન પોસ્ટરે મલ્લિકાને હેરાન કરી દીધી !
, મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (17:00 IST)
મુંબઈ 
 
પીકે ફિલ્મમાં આમીર ખાનના નગ્ન પોસ્ટરથી દર્શકો તો ચોંકી ઉઠ્યા છે પરંતુ એક વ્યક્તિ એવી પણ છે જેને સૌથી વધુ આશ્ચર્ય થયું છે. તેનું નામ મલ્લિકા શેરાવત છે. 
 
મલ્લિકા હાલમાં મુંબઈના બદલે લોસ એંજેલિસમાં વધારે સમય ગાળે છે પોતાની પહેલી જ ફિલ્મ મર્ડરમાં ઢગલાબંધ ચુંબન દ્રશ્યો અને અંગ પ્રદર્શનની હદ વટાવી દેનારી અભિનેત્રી મલ્લિકા શેરાવતે જ્યારે આમિરનું પોસ્ટર જોયું ત્યારે તે હેરાન થઈ ગઈ હતી કે તે આટલો નિમ્ન કક્ષાએ એમ આવી ગયો છે. 
 
મલ્લિકાએ પોતાના નજીકના લોકોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અંગ પ્રદર્શન મામલામાં તેણે હીરોઈનો સાથે જ મુકાબલો કરવો પડતો હતો પરંતુ હવેથી ઓછી હાઈટના હીરો સામે પણ ઝીંક જીલવી પડશે. 
 
મલ્લિકાએ ઘણા લાંબા સમય બાદ ફિલ્મ ડર્ટી પોલિટિક્સ ચાલૂ વર્ષે રિલીઝ થનારી છે એવામાં તેને ચિંતા થવી સ્વાભાવિક છે. 
 
ઉલ્લેખનીય છે કે આમીરના આ પોસ્ટરના કારણે ઘણા લોકોને ઝટકો લાગ્યો છે.તેઓ પોસ્ટરના અંદાજથી ચિંતિત 
 
છે  અથવા તો તેમને એવી ચિંતા છે કે આમિરની આ ફિલ્મ રિલીઝના ચાર મહિના પહેલાં જ ચર્ચામાં આવી ગઈ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati