Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેશ્યાવૃતિમાં પકડાયેલી અભિનેત્રી શ્વેતા પ્રસાદ બસુને જેલમાંથી જલદી મુક્ત કરવા થઈ રહેલું દબાણ

વેશ્યાવૃતિમાં પકડાયેલી અભિનેત્રી શ્વેતા પ્રસાદ બસુને જેલમાંથી જલદી મુક્ત કરવા થઈ રહેલું દબાણ
મુંબઈ , બુધવાર, 29 ઑક્ટોબર 2014 (15:39 IST)
વેશ્યાવૃતિના આરોપમાં પકડાયેલી ટોલીવુડ અભિનેત્રી શ્વેતા પ્રસાદ બસુ જેલમાં ગયાને એક મહિના કરતાં પણ  વધુ સમય થઈ ગયો છે. અભિનેત્રીની ધરપકડ વખતે ઘણી ફિલ્મી હસ્તીઓ તેના સમર્થનમાં આગળ આવી હતી અને તેનો બચાવ કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શ્વેતાને જેલમાંથી મુક્ત કરવા માટે સત્તાધીશો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. 
 
નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી શ્વેતા સપ્ટેમબર મહિનામાં અચાનક જ સમાચારમાં  ચમકી હતી. હેદરાબાદની એક ફાઈવસ્ટાર હોટલમાં વેશ્યાવૃતિમા આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.શ્વેતા તેના પર મૂકવામાં આવેલા આરોપોનો સ્વીકાર કરીને જણાવ્યું હતું કે તેના પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે આ ધંધામાં આવી હતી. 
 
કિસ્સામાં આવેલા વળાંક મુજબ કેટલાંક વગદાર લોકોનું એક મોટું જૂથ શ્વેતા જેલમાં વધારે દિવસો બંધ ર અહે તેમ ઈચ્છતા નથી જે પાછળનું કારણ સ્પષ્ટ છે કે જો તે વધુ દિવસો જેલમાં બંધ રહેશે તો હાઈ પ્રોફાઈલ વેશ્યાવૃતિના જંગળમાં ઘણા મોટા નામો જાહેર થવાની શક્યતા છે. અત્યાર સુધી શ્વેતા રાખેલા મો બંધથી ઘણા લોકોનો શ્વાસ અદ્ધ્ર થઈ ગયા છે. 
 
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ શ્વેતાને જેલમાંથી મુક્ત કરાવવા જે રીતનું દબાણ થઈ રહ્યું છે તે જોતા આમાં ઘણા મોટા માથા સંડોવાયેલા હોવાનું સ્પષ્ટ છે.આવા લોકોને ચિંતા છે કે શ્વેતાના વધારે દિવ અસો જેલામાં બંધ રહેવાથી ઘણા નામનો પર્દાફાશ થવાની શક્યતા છે.  આવામાં પ્રભાવશાળી લોકો 23 વર્ષીય અભિનેત્રી બને તેટલી વહેલી   જેલમાંથી બહાર આવે તે માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યું છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati