Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિદ્યા ચાલી રેમ્પ પર

વિદ્યા ચાલી રેમ્પ પર
W.D
ડિઝાઈનર ઋતુ બેરીને માટે રેમ્પ પર ચાલવુ વિદ્યા બાલનને માટે એક નવો અને અનોખો અનુભવ રહ્યો. રેમ્પ પર ચાલતા પહેલા વિદ્યા થોડી ગભરાઈ રહી હતી કારણ કે તે એક પ્રોફેશનલ મોડેલ નથી. પરંતુ પછી તે પોતાના કામથી ખૂબ જ ખુશ જોવા મળી. ઋતુ બેરી સહિત ઘણા લોકો વિદ્યાથી પ્રભાવિત થયા અને તેમણે વિદ્યાને શુભેચ્છા મોકલી.

ઋતુએ વિદ્યા સાથે લાંબી ચર્ચા કરી અને કહ્યુ કે તેમને ખુશી થશે જો વિદ્યા તેમના દરેક શો નો ભાગ બને. વિદ્યાએ હસતા-હસતા કહ્યુ કે આ તેમનો નહી પરંતુ પણ ઋતુના ડ્રેસીસની કમાલ છે.

શો પછી વિદ્યાએ કહ્યુ કે ઋતુ માટે રેમ્પ ચાલવુ એ તેમની માટે ગર્વની વાત છે. તેમના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ ડ્રેસેસે એવો જાદુ કર્યો કે રેમ્પ પર વોક કરતા તે પ્રોફેશનલ મોડલ જોવા મળી.

સ્લીનિશ બ્લેક ગાઉન પહેરી વિદ્યા બાલન ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તે શો માં ટોચ પર હતી.

Share this Story:

Follow Webdunia gujarati