Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિદ્યાના પ્રેમી સિદ્ધાર્થ રોય નથી ઈચ્છતા કે વિદ્યા 'વેટ્ટાઈ'ની રિમેકમાં કામ કરે

વિદ્યાના પ્રેમી સિદ્ધાર્થ રોય નથી ઈચ્છતા કે વિદ્યા 'વેટ્ટાઈ'ની રિમેકમાં કામ કરે
P.R
જો તમને લાગતું હોય કે જૂના પ્રેમીઓ જીવનભર સારા મિત્રો બનીને રહી શકે છે તો જરા બીજી વાર વિચારો. એક વાર જ્યારે દુનિયા તમને પ્રેમી તરીકે જોઈ ચૂકી હોય ત્યારે પાછળથી તમને માત્ર મિત્ર તરીકે નથી સ્વીકારતી. આ કારણે જ યુટીવીના સીઈઓ સિદ્ધાર્થ રોય કપૂર પોતાની પ્રેમિકા વિદ્યા બાલનને પોતાના કહેવાતા પૂર્વ પ્રેમી શાહિદ કપૂર સાથે કામ કરતી અટકાવે છે.

સાંભળવા મળતી વાતો અનુસાર સુપરહિટ તામિલ ફિલ્મ 'વેટ્ટાઈ'ની હિન્દી રિમેકમાં શાહિદ કપૂર સામે વિદ્યા બાલનનું નામ વિચારાઈ રહ્યુ હતું. જો કે, સિદ્ધાર્થ આ વાત માટે ખાસ ઉત્સાહિત નથી કે વિદ્યા આ ફિલ્મમાં કામ કરે કારણ કે તેને લાગે છે કે આ રોલ વિદ્યાની ક્ષમતાની તોલે આવે તેવો નથી.

'પરિણીતા' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રિ લેનારી વિદ્યા બાલન અત્યારે બોલિવૂડની સૌથી વધુ વિશ્વાસનીય અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. જો કે, અફવાઓથી તે પણ બાકાત નથી રહી. સુપરસ્ટાર હોવાની આડઅસરો તેને પણ થઈ છે...તેના અંગત જીવન પર પણ લોકોની નજર સતત અટકેલી રહે છે. વિદ્યાનું નામ લગભગ તેના બધા જ કો-સ્ટાર સાથે જોડવામાં આવ્યું છે પછી ભલે સંજય દત્ત હોય કે શાહિદ કપૂર કે પછી જ્હોન અબ્રાહમ.

Share this Story:

Follow Webdunia gujarati