Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લારા દત્તા તૈયાર

લારા દત્તા તૈયાર
IFM
શાહરૂખ ખાનની ફિલ્મ 'બિલ્લૂ બાર્બર'માં નાયિકાઓ કામ કરવાથી ગભરાઈ રહી છે. કારણ ? બધા શાહરૂખની નાયિકા બનવા માંગે છે અને જ્યારે તેમણે બતાવવામાં આવ્યુ કે તે ઈરફાન ખાનની પત્નીની ભૂમિકા ભજવશે તો તે ઉભી થઈ ચાલવા માંડે છે.

અમીષા પટેલે પહેલા હા કહી દીધી અને પછી ફિલ્મ છોડી દીધી. ફિલ્મના નિર્દેશક પ્રિયદર્શન પછી તબ્બૂ પાસે ગયા તો તબ્બૂએ પણ ના પાડી દીધી.

બોલીવુડની બે-ત્રણ નાયિકાઓ સાથે વાત કરી, પણ બધાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. લારા સાથે વાત કરવા ગયા તો પ્રિયનને લાગ્યુ કે તે પણ ના પાડશે પણ અહીં તેમના આશા કરતા વિરુધ્ધ થયુ, અને લારાએ કામ કરવાની હા પાડી દીધી.

હકીકતમાં બધી નાયિકાઓને બીક હતી કે ઈરફાનની નાયિકા બની ગઈ તો તેનાથી તેમની માર્કેટ વેલ્યૂ પર અસર પડશે અને બોલીવુડના મોટા નાયક તેમની સાથે કામ નહી કરે. લારા આ ફિલ્મમાં ઈરફાનની પત્નીના રૂપે જોવા મળશે. આ ફિલ્મ કૃષ્ણ અને સુદામાની દોસ્તી પર આધારીત છે.


Share this Story:

Follow Webdunia gujarati