Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોનિત રોય બે વર્ષ સુધી આમિરખાનનો બોડીગાર્ડ રહી ચૂક્યો છે !!

રોનિત રોય બે વર્ષ સુધી આમિરખાનનો બોડીગાર્ડ રહી ચૂક્યો છે !!
IFM

ચોક્કસ જ સલમાન ખાન બોલિવૂડનો સૌથી હોટ અને ક્યૂટ 'બોડીગાર્ડ' છે. પણ હવે જે જાણવા મળ્યુ છે તે વાત વધારે રસપ્રદ છે. સલમાન ખાન બોડીગાર્ડ બન્યો તેના ઘણા સમય પહેલાથી જ અન્ય કોઈ આ પ્રોફેશનમાં કામ કરી ચૂક્યુ છે.

અમે વાત કરી રહ્યા છે એક્ટર રોનિત રોયની. રોનિતે ખુલાસો કર્યો હતો કે, "હું બે વર્ષ સુધી આમિર ખાનનો બોડીગાર્ડ રહી ચૂક્યો છું. હું તેમના ક્લોઝ પ્રોટેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યો છું. મને આ વિશે વાત કરવી નથી ગમતી કારણ કે તેનાથી આમિરને લાગશે કે હું પબ્લિસિટિ મેળવવા માટે તેના નામનો ઉપયોગ કરી રહ્યો છું, પણ તે બે વર્ષ મારા માટે સૌથી મૂલ્યવાન રહ્યા છે. તે કાર્યનિષ્ઠા અને મહેનતનું બીજુ નામ છે. તેની સુરક્ષા કરતી વેળાએ મને તેની પાસેથી ઘણુ શીખવા મળ્યુ હતું."

Share this Story:

Follow Webdunia gujarati