Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રા.વન દ્વારા શાહરૂખની લોકપ્રિયતા વધશે

રા.વન દ્વારા શાહરૂખની લોકપ્રિયતા વધશે
IFM

લોકોના દ્દિલમાં પહેલાજ વિશેષ સ્થાન બનાવનાર અભિનેતા શાહરૂખ ખાન પોતાની નવી સુપરહીટ ફિલ્મ 'રા.વન' દ્વારા લોકપ્રિયતાના વધુ ઉંચા શિખર પર પહોચી જશે. દિવાળીના દિવસે બુધવારે દુનિયાભરના 3500 મોટા પડદાં પર આ ફિલ્મનુ પ્રદર્શન થવાનુ છે.

શાહરૂખની આ ફિલ્મ દક્ષિણ કોરિયા અને હોંગકોંગ જેવા દેશોમાં રજૂ થશે. રા.વન 500 મોટા પડદા પર 3ડી સંસ્કરણ દ્વારા ઉતરશે.

આ ફિલ્મની સૌથી મોટી વાત તેની પ્રૌધોગિકી છે. કુલ 150 કરોડ રૂપિયા (તીન કરોડ ડોલર) દ્વારા આ ફિલ્મનું નિર્માણ થયુ છે.

ઘણા લોકોનું માનવુ છે કે ફિલ્મકાર આનો પ્રચાર કરવા માટે આનુ બજેટ વધુને વધુ બતાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે વિજ્ઞાન કેંટાસી ફિલ્મો મોંઘી જ બને છે. ઉદાહરણ તરીકે અવતારનુ નિર્માણ 1100 કરોડ રૂપિયામાં થયુ હતુ. રા.વન બોલીવુડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે.

શાહરૂખ અને ઈરોજ એંટરટેનમેંટએ સંયુક્ત રૂપે આનુ નિર્માણ કર્યુ છે. દુબઈ, લંડન અને ટોરંટોમાં એકસાથે પ્રીમિયર થશે.

આ ફિલ્મની પટકથા પર કામ શરૂ થયુ ત્યારથી જ આ ફિલ્મનો પ્રચાર શરૂ થઈ ગયો હતો. જાન્યુઆરીમાં એક છાપામાં આની પ્રથમ તસ્વીર રજૂ થઈ હતી. ત્યારબાદ વર્લ્ડકપ વખતે શાહરૂખે ફિલ્મનુ ટ્રેલર રજૂ કર્યુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati