Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રણબીર કપૂર મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ સાથે રોમાંસ કરશે

રણબીર કપૂર મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ સાથે રોમાંસ કરશે
P.R

સાંભળવા મળેલી વાતો અનુસાર અભિનવ કશ્યપની આવનારી ફિલ્મમાં રણબિર કપૂર મહેશ ભટ્ટની નાની દીકરી આલિયા ભટ્ટ સાથે કામ કરશે. શું તમે આ બન્નેની જોડીની કલ્પના કરી શકો?

વેલ, તમને જણાવી દઈએ કે મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની દીકરી આલિયા કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' દ્વારા બોલિવૂડમાં પર્દાપણ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આલિયાને 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ઓફર થઈ તે પહેલા જ અભિનવ કશ્યપ તેમને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતા. જો કે, કરણની ફિલ્મ પહેલા શરૂ થઈ જતા આલિયા હવે આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રિ લેશે.

આલિયાને પોતાની ફિલ્મમાં લઈને અભિનવ ઘણા ઉત્સાહિત છે. રણબિર કપૂર માટે તે ઘણી નાની છે તેમ છતાં એવું જાણવા મળ્યું છે કે અભિનવને લાગે છે કે તેની લવસ્ટોરી માટે આ બન્નેની જોડી યંગ અને ફ્રેશ છે. અહેવાલો અનુસાર, અભિનવે આલિયાને આ ફિલ્મની ઓફર પણ કરી દીધી છે.

આલિયાના નિર્દોષ અને તાજા લૂકને ધ્યાનમાં રાખતા રણબિર સાથે તે ઘણી સારી લાગશે. અભિનવ કશ્યપની ફિલ્મમાં રણબિર કપૂર રોડસાઈડ ટપોરીના રોલમાં જોવા મળશે. રણબિર આ ફિલ્મમાં અણઘડ બિહારી યુવક, જે મુંબઈમાં આવીને ટપોરી બની જતા યુવકના પાત્રમાં જોવા મળશે.

આલિયાની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' હજી રિલીઝ નથી થઈ પણ તે પહેલા જ તેને નવી ફિલ્મોની ઓફર મળી રહી છે. જો કે, આલિયા અત્યારે નવી ફિલ્મો સાઈન કરવાની કોઈ ઉતાવળમાં નથી.

Share this Story:

Follow Webdunia gujarati