Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રણબીર કપૂરની દાઢીનુ રહસ્ય

રણબીર કપૂરની દાઢીનુ રહસ્ય
IFM
30 એપ્રિલે મુંબઈમાં કલાકારોએ પણ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ફિલ્મી કલાકારો અહીં પણ પોતાની ફિલ્મી સ્ટાઇલમાં જોવા મળ્યા હતા. અભિનેતા, અભિનેત્રીઓ વિવધ આકર્ષક લુકમાં દેખાતા હતા. એમાં રણબીર કપૂર કંઇ અલગ જણાતો. પ્રથમ નજરે ના ઓળખાય એવું એવું રૂપ હતું. ક્લીન શેવ રણબીર દાઢીમાં જોવા મળ્યો હતો. છેવટે રણબીરે આવુ નવુ લુક કેમ અપનાવ્યુ ?

આ રહસ્ય એ સમયે ખુલ્યુ જ્યારે ખબર પડી કે રણબીરે આ બધુ પોતાની આગામી ફિલ્મ 'રોકેટસિંહ' માટે કર્યુ છે. આ ફિલ્મનુ નિર્માણ 'ચક દે ઈંડિયા'વાળા શિમિત અમીન કરી રહ્યા છે.

રણબીરે આ ફિલ્મમાં સરદારની ભૂમિકા ભજવી છે. નકલી દાઢી લગાવવાને બદલે તેમણે પોતાની જ દાઢી વધારવાનુ નક્કી કર્યુ. પોતાના લુકને છાનુ રાખવા તેઓ ઘણા દિવસો સુધી ઘરની બહાર નીકળ્યા જ નહી, પરંતુ વોટ નાખવા તેમને ઘરની બહાર નીકળવુ જ પડ્યુ.

આવુ જ કંઈક અક્ષય કુમાર પણ કરવા જઈ રહ્યા છે. 'કામાગાટા મારુ' ફિલ્મમા તેઓ 48 વર્ષીય સરદારની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે અને તેઓ પણ દાઢી વધારવાના છે.

Share this Story:

Follow Webdunia gujarati