Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યશરાજ ફિલ્મ્સ તરફથી કપિલને મળ્યો 'બાબા જી કા ઠુલ્લુ'

યશરાજ ફિલ્મ્સ તરફથી કપિલને મળ્યો 'બાબા જી કા ઠુલ્લુ'
મુંબઈ , શુક્રવાર, 4 જુલાઈ 2014 (16:41 IST)
. પોતાના શો કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં સૌને બાબા જી કા ઠુલ્લુ બતાવનાર કપિલને મોટો ઝટકો લાગ્યો જ્યારે તેમને પણ યશરાજ ફિલ્મ્સએ તેમનો ફેવરેટ બાબા જી કા ઠુલ્લુ મળ્યો.  પોતાના જોક્સ દ્વારા સૌને હસાવનારા જાણીતા કોમેડિયન કપિલ શર્માના હાથમાંથી યશરાજ બેનરની ફિલ્મ 'બૈંક ચોર' નીકળી ગઈ છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા 'બૈંક ચોર ના દ્વારા બોલીવુડમાં પોતાનો ડેબ્યુ કરવાના હતા. કોમેડી નાઈટ્સ વિથ કપિલ પહેલા ટીવી શો 'ધ ગ્રેટ ઈંડિયન લાફ્ટર ચેલેંજ;' અને પછી કોમેડી સર્કસ દ્વારા ઘરે ઘરે જાણીતા થયેલા કપિલ શર્માના હાથમાંથી માત્ર 'બૈંક ચોર' જ નહી પણ એ ત્રણેય ફિલ્મો નીકળી ગઈ જેના માટે કપિલે પ્રતિભા પ્રબંધન માટે યશરાજ ફિલ્મ્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે આ નિર્ણય પરસ્પર સહમતિથી લેવામાં આવ્યો છે. યશરાજ ફિલ્મ્સમાં યૂથ ફિલ્મ્સ ટેલેંટ મેનેજમેંટ એંડ બ્રાંડ પાર્ટનરશિપ્સના બિઝનેસ અને ક્રિએટીવ હેડ આશીષ પાટિલે કહ્યુ હા કપિલ હવે 'બૈંક ચોરમા ભાગ નહી લે પણ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જરૂર તેમની સાથે મળીને કામ કરીશુ' 
 
કપિલને રિપ્લેસ કરનારા એક્ટરનું નામ હજુ સુધી ફાઈનલ થયુ નથી. બેંક ચોર એક કોમિક બૈકગ્રાઉંડની ફિલ્મ છે જેમા 3 યુવકો બેંક લૂંટવા જાય છે પણ તેઓ ત્રણેય પોલીસના હાથમાં આવી જાય છે અને ત્યાંથી જ ગડબડ શરૂ થઈ જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati