Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેરી કોમ સાથેની એ મુલાકાત અભિષેક-સલમાન માટે યાદગાર બની ગઈ

મેરી કોમ સાથેની એ મુલાકાત અભિષેક-સલમાન માટે યાદગાર બની ગઈ
P.R

ઓમેગા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લંડન ઓલિમ્પિક્સમાં હાજરી આપવા ગયેલો બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન બ્રોન્ઝ મેડલ વિનર મહિલા બોક્સર મેરી કોમને મળ્યો હતો. અભિષેકે ટ્વિટ કરી હતી કે, "લંડનમાં મેરી કોમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતું. વિનમ્ર, ઉદાર, દ્રઢ અને મજબૂત. રોકસ્ટાર

મેરી કોમે તો હાલમાં મેડલ જીત્યો અને થોડા દિવસો પહેલા જ લોકોની નજર આવી છે પણ બોલિવૂડના એક લકી સેલિબ્રિટીને એક-દોઢ વર્ષ પહેલા જ મેરી કોમને મળવાની તક મળી હતી.

આ જૂના ફોટોગ્રાફમાં જોઈ શકાય છે તેમ સલમાન ખાન 'બોડીગાર્ડ'ના સેટ પર મેરી કોમને મળતો દેખાય છે.

webdunia
P.R

સેમી-ફાઈનલમાં પોતાનાથી લાંબી અને વધુ વજન ધરાવતી બોક્સરને તગડી ટક્કર આપ્યા બાદ, મેરી કોમ સાથેની આ તસવીર સલમાન ખાનની પણ યાદગાર તસવીર બની જશે.

વેલ, આજે નવી દિલ્હીમાં ખેલ મંત્રી અજય માકેન મેડલ જીતનારા 6 ભારતીય ખેલાડીઓનું સન્માન કરશે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati