Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેરી કોમ માટે પ્રિયંકાનુ 'બાલ્ડ લુક' (ફોટો)

મેરી કોમ માટે પ્રિયંકાનુ 'બાલ્ડ લુક' (ફોટો)
, શુક્રવાર, 25 જુલાઈ 2014 (15:50 IST)
પોતાની આગામી ફિલ્મ 'મેરી કોમ' માટે અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તનતોડ મહેનત કરી છે. જોકે ફિલ્મ એક બાયોપિક છે. તેથી પ્રિયંકાએ તેમા વાસ્તવિકતાને દર્શાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કર્યો છે. 
 
પ્રિયંકાએ ફિલ્મના કેટલાક દ્રશ્યોમાં ટકલુ કે વાળ વગરના માથા સાથે બતાવવામાં આવશે. આવુ કરવા પર પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં પ્રિયંકાએ કહ્યુ કે મારી ભૂમિકા સાથે ન્યાય કરવો મારી જવાબદારી હતી. ઉલ્લેખનીય છે કે મુક્કેબાજ મૈરી કોમે પણ વાસ્તવમાં માથુ મુંડાવ્યુ હતુ. આ ફિલ્મનો એક વાસ્તવિક સીન છે અને આને કરવામાં પ્રિયંકાને ખૂબ જ ખુશી થઈ. 
 
પ્રિયંકાને જ્યારે આ પૂછવામં આવ્યુ કે શુ તમારા જીવનમાં ક્યારેય તમે વાળ કપાવ્યા છે. તો પ્રિયંકાએ હસતા કહ્યુ કે નહી આવુ તો તે ક્યારેય વિચારી પણ નથી શકતી. 
 
તાજેતરમાં જ 'મેરી કોમ' નું ટ્રેલર લોંચ કરવામાં આવ્યુ છે. ટ્રેલરમાં પ્રિયંકા ટફ લુકમાં જોવા મળી રહી છે. તેનુ શરીર અને માંસપેશીઓ તેમના દ્વારા કરવામાં આવેલ મહેનતનો પુરાવો છે. 
 
સંજય લીલા ભંસાલી દ્વારા નિર્મિત અને ઓમંગ કુમાર દ્વારા નિર્દેશિત 'મેરી કોમ' 5 સપ્ટેમ્બરના રોજ રજૂ થવા જઈ રહી છે.  

Share this Story:

Follow Webdunia gujarati