Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુગ્ધાને રિયાલિસ્ટિક ફિલ્મો ગમે છે

મુગ્ધાને રિયાલિસ્ટિક ફિલ્મો ગમે છે
IFM
ફેશન અને જેલ જેવી ફિલ્મ કરી ચૂકેલી મુગ્ધા ગોડસેનુ કહેવુ છે કે તેમને રિયલિસ્ટિક ફિલ્મોમાં કામ કરવુ ખૂબ જ ગમે છે, કારણ કે આ પ્રકારની ફિલ્મો સામાન્ય જીંદગીની સ્ટોરી લાગે છે. સાથે જ વર્તમાન સમયમાં એવી ફિલ્મો વધુ પસંદ કરવામાં આવી રહી છે, જેની સ્ટોરી વાસ્તવિકતાની નજીક હોય.

મધુર ભંડારકરની સાથે બે ફિલ્મો કરી ચુકેલ મુગ્ધાએ 'ઓલ ધ બેસ્ટ' જેવી કોમર્શિયલ ફિલ્મ પણ કરી છે અને હાલ તે એક હોરર ફિલ્મ કરી રહી છે.

મુગ્ધા કોમર્શિયલ ફિલ્મો કે મસાલા ફિલ્મો વિરુધ્ધ નથી, પરંતુ રિયલિસ્ટિક ફિલ્મ તેને વધુ પસંદ છે. હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી ફિલ્મો પણ કરવા માંગે છે, પણ શરત એ કે સ્ક્રિપ્ટ તેને ગમવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati