Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે
, શનિવાર, 29 ડિસેમ્બર 2007 (12:38 IST)
IFMIFM

મૂંબઈ (એજંસી) આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (એમઆઈએફએફ) આગામી વર્ષ 2008માં ત્રીજીથી છઠ્ઠી ફેબ્રુઆરી દરમિયાન મુંબઇમાં યોજાશે. આ ફેસ્ટિવલમાં દસ્તાવેજી, એનિમેશન અને ટૂંકી ફિલ્મોની રજૂઆત થશે. આ તમામ ફિલ્મો નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ ખાતે દર્શાવવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજ્બ મુખ્ય ફિલ્મ નિર્માતા અને ફિલ્મ ડિવિઝનના વડા કુલદીપસિંહાએ જણાવ્યું હતું કે, એક સપ્તાહ સુધી ચાલનારા આ લાંબા ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે 44 અને ભારતીય સ્પર્ધા માટે 54 ફિલ્મો રજૂ થશે. આ ઉપરાંત ભારતમાં ક્યારેય દર્શાવવામાં ન આવેલી બીજા વિશ્વયુદ્ધની કેટલીક દસ્તાવેજી ફિલ્મો પણ દર્શાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

વિશ્વમાં એમઆઈએફએફ દસ્તાવેજી ફિલ્મો માટે ત્રીજી સૌથી મોટી ફિલ્મ ફેસ્ટિવલ ગણાય છે. ભારતીય સેકશન માટે 534 એન્ટ્રી મળી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સેકશન માટે તૈયાર થનારી ટૂંકી યાદી માટે 37 દેશોમાંથી 228 એન્ટ્રી મળી છે. દરેક સેકશન માટે આંતરરાષ્ટ્રીય અને ભારતીય નિષ્ણાતોની બનેલી પાંચ સભ્યોની જ્યુરી ફિલ્મોની પસંદગી કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati