Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મામા ભાણેજ કરીનાને સતાવી રહ્યા છે !

મામા ભાણેજ કરીનાને સતાવી રહ્યા છે !
P.R
કરીના એક તરફ જ્યા આમિર ખાનની ફિલ્મ 'તલાશ'ના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે ત્યારે આમિર તેને ચિડવતો રહે છે કે બેબોને માત્ર ઈમરાન સાથે કામ કરવું છે અને તેની પાસે આમિર માટે સમય જ નથી. બીજી બાજુ કરીના કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી 'એક મેં ઔર એક તૂ'ને પ્રમોટ કરી રહી છે ત્યારે ઈમરાન ખાન તેને આમિર ખાનના નામે ચિડવતો રહે છે કે તે માત્ર આમિર પર જ ધ્યાન આપી રહી છે.

ઈમરાન કહે છે કે, "આ તો બહુ જ સરળ વાત છે...મને કરિનાને ખીજવવાની મજા આવે છે." એટલા માટે નહીં કે કરીના કોઈ વાતનું ખોટું નથી લગાડતી પણ તે આ બન્નેની બહુ જ સારી મિત્ર છે.

રસપ્રદ વાત એ છે કે મામા-ભાણેજ પોત પોતાની ફિલ્મમાં એટલા વ્યસ્ત છે કે તે બન્ને એકબીજાને મળી પણ નથી શકતા. અને લાગે છે કે કરીના આ બન્ને વચ્ચે મેસેન્જરનું કામ કરે છે. કરીનાએ કહ્યુ હતું કે, "આમિર અને ઈમરાન સાથે કામ કરવું સદ્દભાગ્યની વાત છે. તે બન્ને કો-સ્ટાર તરીકે બહુ જ આનંદપ્રદ છે."

Share this Story:

Follow Webdunia gujarati