Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માતા અને પુત્રીએ અમિતાભને આપી ધમકી..જો અમને તમારી ઘરે ન લઈ ગયા તો.. !!

માતા અને પુત્રીએ અમિતાભને આપી ધમકી..જો અમને તમારી ઘરે ન લઈ ગયા તો.. !!
નવી દિલ્હી , શુક્રવાર, 27 જૂન 2014 (16:07 IST)
. બોલીવુડના મહાનાયક અમિતભ બચ્ચનને દિલ્હીમાં રહેનારી એક સ્ત્રી અને તેની પુત્રીએ સુસાઈડ કરવાની ધમકી આપી છે. તેમનુ કહેવુ છે કે જો અમિતાભ બચ્ચન તેમને પોતાના ઘરે નહી લઈ જાય તો તેઓ સુસાઈડ કરી લેશે.   બુધવારે અમિતાભ બચ્ચનના સુરક્ષા મેનેજરે જુહુ પોલીસ સ્ટેશનના અધિકારીઓને એક શંકાસ્પદ મહિલા અને તેની સગીર છોકરી વિશે ફરિયાદ કરી. 
 
મેનેજરે કહ્યુ કે આ મહિલા એક સગીર બાળા સાથે છેલ્લા એક અઠવાડિયાથી અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા' ની બહાર જોવા મળી રહી છે.  બંને બંગલાની બહાર સંતાઈને રાહ જોતી રહે છે. પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યુ કે આ સ્ત્રી અને તેની પુત્રી અમિતાભનના ફેન છે અને તેઓ અમિતાભના ઘરમાં રહેવાન ઈરાદાથી મુંબઈ આવી હતી.  
 
પૂછપરછ દરમિયાન 39 વર્ષીય મહિલાએ જણાવ્યુ કે મા પુત્રી અમિતાભના ઘરમાં રહેવા માંગતી હતી જેથી રોજ તેમને જોઈ શકે  સ્થિતિ ત્યારે નાટકીય થઈ ગઈ જ્યારે પોલીસે માતા પુત્રીને દિલ્હી પરત ફરવાનુ કહ્યુ તો તેમણે સુસાઈડની ધમકી આપી.  
 
પોલીસ સતત તેમને સમજાવતી રહી કે તેઓ પોતાના પરિવાર પાસે દિલ્હી જતી રહે પણ તેમણે એક પણ વાત ન સાંભળી. ત્યારબાદ પોલીસવાળાએ મહિલાને અમિતભ બચ્ચનના નામે એક પત્ર લખવાનુ કહ્યુ. પોલીસે મહિલાને વચન આપ્યુ કે તેઓ આ પત્ર અમિતાભ સુધી પહોચાડી દેશે. ત્યારબાદ મહિલા જુહુથી જવા તૈયાર થઈ. માતા અને પુત્રી દાદરના મહિલા હોસ્ટેલમાં રોકાઈ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati