Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મસ્‍તીજાદેમાં સનીના અમુક સિન જોઇને જ દર્શકોના પૈસા વસૂલ થઇ જશે!!!

મસ્‍તીજાદેમાં સનીના અમુક સિન જોઇને જ દર્શકોના પૈસા વસૂલ થઇ જશે!!!
, બુધવાર, 16 ડિસેમ્બર 2015 (12:34 IST)
સની લિયોનના ચાહકો માટે સનીની ફિલ્‍મ ‘મસ્‍તીજાદે' આવતા મહિને રિલીઝ થવાની છે. આમ તો આ ફિલ્‍મ હેટસ્‍ટોરી-૩ સાથે જ રિલીઝ થવાની હતી. પરંતુ નિર્માતાઓએ ટક્કર ટાળવા તારીખ પાછળ ઠેલી હતી. નિર્માતાએ એવો દાવો કર્યો છે કે મસ્‍તીજાદેમાં સનીના અમુક સિન એવા છે જે જોઇને દર્શકોના પૈસા વસૂલ થઇ જશે! સનીની ફિલ્‍મમાં દર્શકો આવા સિન જોવા જ આવતાં હોય છે. ફિલ્‍મના એક સિનમાં સની હીરો તુષાર કપૂર અને વીરદાસને લલચાવવા કપડા ઉતારતી જોવા મળશે. આ દ્રશ્‍યની પ્રેરણા સનીએ જેનિફર એનિસ્‍ટન અને ડેમી મૂર પાસેથી લીધી છે. નિર્દેશક મિલાપ ઝવેરી કહે છે આ દમદાર સિનમાં સનીની માદક અદાઓ જોઇને દર્શકોના હોંશ ઉડી જશે. બોલીવૂડની ફિલ્‍મમાં આવા દ્રશ્‍ય અગાઉ કદી આવ્‍યા નથી. સની લૈલા અને લીલી એમ ડબલ રોલમાં છે. રિતેશ દેશમુખ ગેસ્‍ટ રોલમાં જોવા મળશે.

Share this Story:

Follow Webdunia gujarati