Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'બોસ'ના ટ્રેલરમાં અક્ષયનો હરિયાણવી અંદાજ (જુઓ વીડિયો)

'બોસ'ના ટ્રેલરમાં અક્ષયનો હરિયાણવી અંદાજ (જુઓ વીડિયો)
P.R


આગામી વર્ષે રજૂ થનારી અક્ષય કુમારની ફિલ્મ 'બોસ'નુ પ્રથમ ટ્રેલર રજૂ થઈ ગયુ છે. આ ટ્રેલરમાં અક્ષય પોતાના એક્શન અને સ્ટંટવાળા સ્ટાઈલમાં જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે અક્ષય આ ફિલ્મમં હરિયાણવીમાં ડાયલોગ બોલતા જોવા મળશે.

બોસમાં છે સૌથી મોંઘુ ગીત

તાજેતરમાં 'વંસ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા'ના ન ચાલ્યા પછી અક્ષયને પોતાની આ ફિલ્મથી ઘણી આશા છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ફિલ્મમાં અક્ષયને ઘણા એવા જોરદાર સીંસ કર્યા છે,જે આ પહેલા તેમણે કર્યા નથી. લગભગ 3 મિનિટના આ ટ્રેલરમાં અક્ષયે પોતાના એક્શન અને હરિયાણવી ડાયલોગ્સથી દર્શકોને લોભાવવાની કોશિશ કરી છે. અક્ષયની સીધી ટક્કર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહેલ રોનિત રોય સાથે છે.

અક્ષય અને રોનિત ઉપરાંત ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી, મિથુન, ડેની, મિથુન ચક્રવર્તી અને જોની લીવર પણ છે. 16 ઓક્ટોબરના રોજ રજૂ થનારી આ ફિલ્મમાં યો યો હની સિંહ સહિત ચાર લોકોએ મ્યુઝિક આપ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati