Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોલીવુડે મને ઘણું આપ્યુ છે -શિલ્પા

બોલીવુડે મને ઘણું આપ્યુ છે -શિલ્પા

ભાષા

IFM
મુંબઈ. અભિનેત્રી શિલ્પા શેટ્ટીનુ માનવુ છે કે ફિલ્મ ઉદ્યોગમાં તેમની 15 વર્ષની યાત્રામાં બોલીવુડ તરફથી તેમણે ઘણું બધુ મેળવ્યુ છે.

શિલ્પાએ એક ઈંટરવ્યૂમાં કહ્યુ કે તમને તે જ મળે છે, જે માટે તમારી લાયકાત હોય છે, અને મારો વિશ્વાસ છે કે મને યોગ્યતાથી વધુ મળ્યુ છે. આ બધી નસીબની વાત છે. મને જ્યારે પણ તક મળી ત્યારે મેં મારા તરફથી શ્રેષ્ઠ આપવાના પ્રયત્નો કર્યા. પોતાના કેરિયરને લઈને હું ખૂબ જ ખુશ છુ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે બ્રિટેનમાં ટેલીવિઝન રિયાલીટી શો 'બિગ બ્રધર' જીત્યા પછી તેમનુ જીવન બદલાઈ ગયુ તો શિલ્પાએ હંસતા-હંસતા કહ્યુ કે એ તો પહેલા જેવુ જ છે ફક્ત શ્રીમંત થઈ ગઈ છુ.

તેમણે કહ્યુ કે ચાર મહિના માટે મિસ બોલીવુડની સાથે યાત્રા પર ગઈ હતી. બ્રિટનમાં મેં મારા યોગની ડીવીડી રિલીજ કરી. તેથી લોકોએ એવુ વિચાર્યુ કે હું ગાયબ થઈ ગઈ છુ.

શિલ્પા શેટ્ટી હાલ સન્ની દેઓલની ફિલ્મ 'ધ મેન'ને માટે શૂટિંગ કરી રહી છે અને પોતાની હોમ પ્રોડક્શનમાં વ્યસ્ત છે, જે ફિલ્મનું નિર્દેશન મનીશ ઝા કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે આ ફિલ્મનુ શીર્ષક હજુ નક્કી નથી થયુ અને આની પટકથા લખવામાં આવી રહી છે. આ ઘણા કલાકારોનો સમાવેશ કરતી કોમેડી ફિલ્મ છે.

Share this Story:

Follow Webdunia gujarati