Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોલીવુડની નવી આઈટમ ક્વીન માહી ગિલ

બોલીવુડની નવી આઈટમ ક્વીન માહી ગિલ
. અભિનેત્રી માહી ગિલ ખુશ છે કે આ વર્ષે તે ઘણી ફિલ્મોમાં તેને આઈટમ સોંગ કરવાની તક મળી છે. માહીએ જણાવ્યુ 'આ વર્ષે ઘણી બધી નવી અને મજેદાર તક મળી છે, જે પ્રકારની ભૂમિકા મેં પહેલા ક્યારેય કરી નથી. મારી પાસે ઘણા બધા આઈટમ સોંગ પણ છે. જે મારે માટે નવી વાત છે.'

તેણે કહ્યુ, 'ફિલ્મ 'બુલેટ રાજા' 'જંજીર' અને 'ગેંગ્સ ઓફ ઘોસ્ટ્સ'માં આઈટમ સોંગ કરવાની તક મળી છે. હુ ખૂબ જ ખુશ છુ., કારણ કે આ મારી માટે નવો અનુભવ રહેશે. '

પોતાના કેરિયરથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ અને ખુશ માહીએ કહ્યુ, 'મારા કામમાં નીરસતા નહી આવી જોઈએ. હાલ મને ઘણા બધા સારા અને મજેદાર પ્રસ્તાવ મળી રહ્યા છે અને હુ તેમાંથી મારી પસંદની ફિલ્મો જ લઈ રહી છુ. આગળ હુ એક્શન ફિલ્મો પણ કરવા માંગુ છુ. પણ હાલ મારા કામ અને કેરિયરથી હું સંતુષ્ટ છુ.'

Share this Story:

Follow Webdunia gujarati