Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોલીવુડના આ ત્રણ દિગ્ગજો પહેલીવાર સાથે કામ કરશે

બોલીવુડના આ ત્રણ દિગ્ગજો પહેલીવાર સાથે કામ કરશે
, શનિવાર, 23 ઑગસ્ટ 2014 (18:08 IST)
મુંબઈ બોલીવુડમાં એક નવો જ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યા છે. કોઈ ફિલ્મ બહાર પડે અને  100 કરોડનો આંક વટાવે એટલે એક રેકોર્ડ જ બનતો હોય છે. પરંતુ હવે નિર્દેશકોને વિક્ર્મ સર્જાશે. બોલીવુડના ત્રણ દિગ્ગજ ફિલમ નિર્દેશકો કરણ જોહર જોહર ,રોહિત શેટ્ટી અને  સુભાષ ઘઈ મળીને રામ-લખન  ફિલમની રીમેક બનાવવા આગળ વધી રહ્યા છે. પહેલીવાર આ ત્રણેય દિગ્ગજો મળીને કોઈ પ્રોજેક્ટ પર એકસાથે કામ કરશે. ઉલ્લેખનીય છે જે રોહિત શેટ્ટીએ સિંઘમ રિટ્રર્નસ દ્વ્રારા સતત પાંચમી 100 કરોફ ક્લબમાં સ્થાન પામનારી ફિલમ આપી છે. 

1989માં રિલીઝ થયેલી બ્લોક બસ્ટર ફિલમ રામ લખનના નિર્માતા સુભાષ ઘઈ છે.રામ લખનની રીમેક પર ઘઈની કંપની મુક્તા આર્ટસ ,કરણ જોહરની કંપની ધર્મા પ્રોડકશન અને રોહિત શેટ્ટી મળીને કામ કરશે. કરણ જોહરે ટ્વિટર પર રામ લખનની રીમેકનું પોસ્ટર પણ મૂકયું છે. જેનાથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે જે આ ફિલ્મ 2016માં રિલીઝ થશે. જો આમ બનશે તો ભારતીય ફિલ્મ ઈનડ્સ્ટ્રીમાં એક નવો ટેંડનું આગમન થશે. 
 
1989માં આવેલી રામ લખનમાં જેકી શ્રોફ અનિલ કપૂર ડિંપલ કાપડિયા અમરીશ પૂરી અનુપમ ખેર અને પરેશ રાવલ જેવા સ્ટાર  હતા. ફિલ્મામાં  લક્ષ્મીકાંત પ્યારેલાલ મ્યુઝિક આપ્યું હતું . રામ લખન ફિલ્મનું ગીતે માઈ નેમ ઈજ લખન આજે પણ લોકોની જીભે રમી રહ્યુ છે. નવી રામ લખનમાં કેટલા કલાકાર હશે અંગેની વિગતો જાણવા મળી નથી.  

Share this Story:

Follow Webdunia gujarati