Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિગબીને ફૂટબોલ ફિવર ચડયો

બિગબીને ફૂટબોલ ફિવર ચડયો

બિગબીને ફૂટબોલ ફિવર ચડયો
, શનિવાર, 21 જૂન 2014 (13:44 IST)
ભારતીય સિનેમાને વિશ્વમાં અનોખી ઓળખ અપાવનાર અમિતાભ બચ્ચન પોતાની આગામી સીરિયલ યુદ્ધનું પ્રમોશન 
અને શૂટિંગ સહિતની અનેક વ્યસ્તતાઓ વચ્ચે બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન મોડી રાત સુધી જાગીને વિશ્વ કપ ફૂટબોલ મેચોનો પૂરતો આનંદ ઉઠાવી રહ્યાં છે. તેમનું ટ્વિટર એકાઉંટ આ વાતની સાક્ષી પૂરે છે. 
 
બ્રાઝીલમાં ચલી રહેલા ફીફા વિશ્વકપના ઉદઘાટન મેચો અંગે   તેમણે ટ્વિટ કર્યું છે . આટલું જ નહી ફુટબોલ સ્ટારના લુક્સ અને તેમની જર્સી અંગે બચ્ચને કરેલા ટ્વિટ પણ જોઈ શકાય છે લેટેસ્ટ ટ્વિટમાં તેમણે લખ્યું છે કે વિશ્વ કપમાં ખેલાડીઓની કિટ સૌથી આકર્ષક છે. ખાસ કરીને આફ્રિકી દેશો તથા તેમના પ્રશંસકો પણ આ તરફ આકર્ષાય છે. 
 
ગત ચેમ્પિયન સ્પેન ચિલી સામે 2-0થી હારીને બહાર ફેંકાઈ ગયું ત્યારે તેમણે તબક્કાવાર ટ્વિટ કર્યા હતા. પહેલ ટ્વિટમાં તેમણે કહ્યું કે ટીમ જીત માટે રમવાના ઈરાદાની રમી રહી નહોતી સોરી. 
 
તેમણે લખ્યું હતું કે ચેમ્પિયનના જીવનમાં એક દિવસ એવો આવે છે કે જ્યારે તેમને ખબર પડે છે કે બીજા ચેમ્પિયન તૈયાર થઈ ગયા છે . હાર અંગે લખ્યું હતું કે દુ:ખદ પરંતું સત્ય સ્પેન વિશ્વ કપમાંથી બહાર. સર્વશ્રેષ્ઠને પણ હારતા રોકી શકાય નહી. 
 
બ્રાઝીલના સ્ટાર સ્ટ્રાઈકર નેમાર લુક્સની સરખામણી ભલે લોકો અભિનેતા કૃણાલ ખેમ સાથે કરી રહ્યાં હોય પરંતુ અભિનેતાને તેમાં દક્ષિણ ભારતના સુપર સ્ટાર ધનુષની છબી દેખાય છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું હતું કે મને લાગે છે કે દક્ષિણના સુપરસ્ટાર ધનુષનો ચેહરો બ્રાઝીલના નેમારને મળતો આવે છે. 
 
વિશ્વકપમાં આત્મઘાતી ગોલોની સંખ્યા લઈને તેમણે કહ્યું હતું કે વિશ્વકપમાં ખૂબજ આત્મઘાતી ગોલ જોવા મળી રહ્યાં છે સેલ્ફી બનાવવાના અનેક ક્લાત્મક રસ્તાઓ છે.   

Share this Story:

Follow Webdunia gujarati