Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'બડે અચ્છે લગતે હૈ'ની આયેશા ઉર્ફ ચાહત ખન્નાના હોટ શોટ

'બડે અચ્છે લગતે હૈ'ની આયેશા ઉર્ફ ચાહત ખન્નાના હોટ શોટ
મોડલમાંથી એક્ટ્રેસ અને પછી ટીવી એક્ટ્રેસ બનેલી ચાહત ખન્ના મુંબઈમાં જ જન્મેલી છે. તેનો પરિવાર ઘણો મોટો છે. ચાહત ધર્મ કરતા કર્મમાં વધારે માને છે.
P.R

તેણે 2003માં મારૂતી 800-પોતાની પહેલી કાર પોતાના પૈસાથી ખરીદી હતી. અત્યારે તે કોરોલ્લા ચલાવે છે. ચાહતે 20 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતાં પણ 4 વર્ષમાં જ તેના આ લગ્નજીવનનો અંત આવી ગયો હતો.
webdunia
P.R

ચાહતને પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે પ્રેમ છે. તે કરુણા પરિવાર નામના એનજીઓમાં વેલ્ફેર ઓફિસર પણ છે. તેને કુદરત પ્રત્યે પ્રેમ છે. તેને ફિલ્મો જોવી અને રસોઈ બનાવવાનો શોખ છે. ફૂલો અને બાળકો તેની વિકનેસ સમાન છે.

webdunia
P.R

ચાહત ખન્નાએ '7 1/2 ફેરે' નામની ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પર્દાપણ કર્યું હતું. આ ઉપરાંત તે ઘણા જાહેરાતોમાં કામ કરી ચૂકી છે. તેણે 2005માં 'ધ ફિલ્મ' નામની ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ સિવાય સોની ટીવી અને સ્ટાર પ્લસની એક એક ટીવી સીરિયલમાં પણ તે કામ કરી ચૂકી છે. તેણે એમટીવીના સ્ટંટમેનિયામાં સ્કોવ્ડ લિડર તરીકે પણ કામ કર્યું છે. 2011માં આવેલી ફિલ્મ 'થેન્ક યુ'માં તે સોનમ કપૂરની બહેનના રોલમાં જોવા મળી હતી.
webdunia
P.R


webdunia
P.R

અત્યારે તે સોની ચેનલની જાણીતી સીરિયલ 'બડે અચ્છે લગતે હૈ'માં આયેશા કપૂરના રોલમાં જોવા મળે છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati