Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રીતિ, ક્રિકેટ અને પ્રધાનમંત્રીનુ નિમંત્રણ

પ્રીતિ, ક્રિકેટ અને પ્રધાનમંત્રીનુ નિમંત્રણ
N.D
જ્યારથી ક્રિકેટ ટીમો ફિલ્મી કલાકારોએ ખરીદી છે ખેલાડીઓ અને કલાકારો વચ્ચે મેળજોડ વધી ગયો છે. બંને પક્ષ પોતપોતાની રીતે આનંદ ઉઠાવી રહ્યા છે અને લોકો તમાશાનો. આ રમતમાં ઘણીવાર રાજનેતાઓ પણ જોડાઈ જાય છે.

થોડા દિવસો પહેલાની જ વાત છે. અભિનેત્રી પ્રીતિ ઝિંટા ન્યૂઝીલેંડમાં ચાલી રહેલી વન ડે સીરિઝ જોવા ગઈ તો ન્યૂઝીલેંડના પ્રધાનમંત્રી જૉન કીએ તેમને સાંજના જમણવાર માટે આમંત્રણ આપ્યુ. પ્રીતિ આ આમંત્રણ મેળવીને ગર્વ અનુભવવા લાગી. એ તો છે જ ને, કોઈ દેશના પ્રધાનમંત્રી તમને જમવાનુ નિમંત્રણ આપે તો તમારા હાલ શુ થાય. અતિ પ્રસન્ન પ્રીતિએ મેજબાન પ્રધાનમંત્રીની શાનમાં ખૂબ જ વખાણ કરતા તેમને જમીન સાથે જોડાયેલો વ્યક્તિ બતાવ્યો. સાથે સાથે તેમણે પ્રધાનમંત્રીને આશ્વાસન આપ્યુ કે આઈપીએલ મેચ દરમિયાન ભારતમાં બધા ખેલાડીઓ સુરક્ષિત રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati