Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિયંકા મારી રોલ મોડલ નથી - પરિણીતિ ચોપડા

પ્રિયંકા મારી રોલ મોડલ નથી - પરિણીતિ ચોપડા
: વર્ષ 2011માં ફિલ્મ 'લેડીઝ વર્સેજ રિકી બહેલ' દ્વારા બોલીવુડમાં ડગ માંડ્યા બાદ વર્ષ 2012માં 'ઈશકજાદે' અને વર્ષ 2013માં 'શુદ્ધ દેશી રોમાંસ'થી લોકપ્રિય થનારી અભિનેત્રી પરિણીતિ ચોપડાએ ફેશન પત્રિકા 'વોગ ઈંડિયા'ને આપેલ એક ઈંટરવ્યુમાં કહ્યુ કે તેને પોતાની કઝિન સિસ્ટર પૂર્વ મિસ વર્લ્ડ અને બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પાસેથી મદદ જરૂર મળી છે. પણ તે તેની રોલ મોડલ નથી.
P.R


બોલીવુડમાં એક ચુલબુલી અભિનેત્રીના રૂપમાં જાણીતી પરિણીતિ ચોપડાએ સ્પષ્ટ કહ્યુ કે તે પ્રિયંકા ચોપડાનુ અનુકરણ કરવા નથી માંગતી. 'વોગ ઈંડિયા'ના ફેબ્રુઆરી અંકના કવર પેજ પર જોવા મળનારી પરિણીતિ ચોપડાએ કહ્યુ, 'તે મારી રોલ મોડલ નથી.. હકીકતમાં કોઈ પણ મારુ રોલ મોડલ નથી.. આ ક્ષેત્રમાં તમે બીજા જેવુ કેરિયર મેળવવાનુ લક્ષ્ય નથી મુકી શકતા..'

ઉલ્લેખનીય છે કે 2000માં મિસ વર્લ્ડ બન્યા બાદ પ્રિયંકા ચોપડાએ વર્ષ 2003માં ફિલ્મ 'અંદાજ' દ્વારા બોલીવુડમાં કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 11 વર્ષમાં 'એતરાજ', 'ફેશન', 'કમીને', 'સાત ખૂન માફ', બરફી, ડોન અને કૃષ 3 જેવી સફળ ફિલ્મો રજૂ કરનારી પ્રિયંકા ચોપડા વિશે પરિણીતીએ કહ્યુ,'પ્રિયંકાએ મારી મદદ ત્યારે કરી જ્યારે હુ થોડી મુશ્કેલીમાં હતી. હુ તેને ફોન કરી શકુ છુ અને તેની પાસે કાયમ સાચો જવાબ હોય છે..'

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati