Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિયંકા માટે 'ફેશન' છે મહત્વની

પ્રિયંકા માટે 'ફેશન' છે મહત્વની
IFM
પ્રિયંકા ચોપડાના ખાતામાં થોડીક સફળ ફિલ્મો નોંધાઈ છે,પરંતુ અત્યાર સુધી એવી પરિસ્થિતિમાં નથી આવી શકી, જ્યાંથી તેણે એક મજબૂત પાત્ર ભજવવા મળી શકે. પ્રિયંકાને ફિલ્મો તો મળી રહી છે, પરંતુ મોટાભાગની ફિલ્મોમાં તે ફ્કત ગ્લેમર ડોલના રૂપમાં જોવા મળે છે. ગીતો અને થોડાક દ્રશ્યો છોડીને તેની પાસે ફિલ્મમાં કરવા માટે બીજુ કશુ હોતુ નથી.

ટૂંક સમયમાં જ પ્રિયંકા વિશે દર્શકોની અને નિર્દશકોના વિચારો બદલાશે એવુ પ્રિયંકાનુ માનવું છે. મધુર ભંડારકરની ફિલ્મ 'ફેશન' તેમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મધુરની ફિલ્મોમાં નાયિકાની ભૂમિકા હંમેશા મજબૂત જ રહે છે અને તેમણે શ્રેષ્ઠ અભિનય માટે એવોર્ડ પણ મળે છે.

'ચાઁદની બાર' માં તબ્બૂ, 'સત્તા'માં રવિના ટંડન અને 'કોર્પોરેટ'માં બિપાશા જેવી નાયિકાઓ પાસેથી મધુરે શાનદાર અભિનય કરાવ્યો હતો. આ ફિલ્મો આ બધી અભિનેત્રીઓના કેરિયરમાં મહત્વપૂર્ણ ફિલ્મ રહી છે. પ્રિયંકાને પણ આશા છે કે 'ફેશન' પ્રદર્શિત થયા પછી તેમના વિશે લોકોની ધારણા બદલાઈ જશે.

'ફેશન' પહેલા 14 નવેમ્બરે રજૂ થવાની હતી, પરંતુ આ દિવસે પ્રિયંકાની એક બીજી ફિલ્મ 'દોસ્તાના' પણ રજૂ થવા જઈ રહી છે. એ જોતા હવે 'ફેશન' 17 ઓક્ટોબરે રજૂ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati