Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિયંકા ટ્વિટર પર શાહરૂખ-અમિતાભથી આગળ

પ્રિયંકા ટ્વિટર પર શાહરૂખ-અમિતાભથી આગળ
IFM
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા દેશની સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિ બની ગઈ છે. તેણે સોશિયલ નેટવર્કિંગ સાઈટ 'ટ્વિટર' પર પશંસકોની સંખ્યા બાબતે કિંગ ખાન શાહરૂખ ખાન અને શહેનશાહ અમિતાભ બચ્ચનને પાછળ છોડી દીધા છે. શાહરૂખ ખાન અત્યાર સુધી પ્રિયંકા કરતા આગળ હતા.

ફિલ્મ 'અંજાના-અંજાની'અને રિયાલીટી શો 'ખતરો કે ખેલાડી'ને લઈને ચર્ચામાં ચાલી રહેલ પ્રિયંકાના 'ટ્વિટર' પર 6 કરોડ 52 હજાર 822 ફોલોઅર થઈ ગયા છે. જ્યારે કે કિંગ ખાનના ચાહકોની સંખ્યા 6 લાખ 49 હજાર 515 છે. ખાસ વાત એ છે કે બોલીવુડની કોઈ અભિનેત્રી પ્રિયંકાની નિકટ પણ નથી.

પ્રિયંકા પછી અભિનેત્રીઓમાં પ્રીતિ જિંટાનો નંબર છે, જ્યારે કે દીપિકા પાદુકોણ ત્રીજા નંબર પર છે.

Share this Story:

Follow Webdunia gujarati