Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોર્ન સ્ટાર સન્ની લિઓન હવે આઈટમ સોન્ગ કરશે

પોર્ન સ્ટાર સન્ની લિઓન હવે આઈટમ સોન્ગ કરશે
P.R
ઈન્ડો-કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિઓન, જેણે 'જીસ્મ 2' દ્વારા બોલિવૂડમાં પગ મૂક્યો છે, તે હવે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગળ વધી રહી છે. એકતા કપૂરની 'રાગિણી એમએમએસ 2' સાઈન કર્યા બાદ સન્ની લિઓન હવે આઈટમ ગર્લ બનવા જઈ રહી છે.

એક એન્ટરટેનમેન્ટ ચેનલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જણાવ્યા અનુસાર, સન્ની લિઓન 'શૂટઆઉટ એટ વડાલા'માં આઈટમ સોન્ગ કરશે. હુસૈન ઝૈદીના પુસ્તક 'ડોંગરી ટુ દુબઈ' પરથી બની રહેલી આ ક્રાઈમ થ્રિલરમાં સન્ની સાથે પ્રિયંકા ચોપરા પણ એક અલગ આઈટમ સોન્ગમાં જોવા મળશે. આ ટ્વિટમાં લખાયું હતું કે, "સન્ની લિઓન અને પ્રિયંકા ચોપરા શૂટઆઉટ એટ વડાલામાં અલગ અલગ આઈટમ સોન્ગ કરશે."

આશા રાખીએ કે આ વખતે સન્ની પોતાના ચાહકોને 'નિરાશ' નહીં કરે!

Share this Story:

Follow Webdunia gujarati