Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોર્ન સ્ટારને પારિવારીક ફિલ્મમાં કામ કરવુ છે...

પોર્ન સ્ટારને પારિવારીક ફિલ્મમાં કામ કરવુ છે...
પોર્ન સ્ટાર સની લિયોનને હવે પારિવારીક ફિલ્મોમાં કામ કરવુ છે..પોર્ન સ્ટાર તરીકેની છબીથી કંટાળીને હવે તેને બોલિવુડની ફેમિલી ફિલ્મમાં રોલ ભજવવાની ઈચ્છા છે. આખુ પરિવાર સાથે બેસીને જોઈ શકે તેવી ફિલ્મ કરવાની તેની મહેચ્છા છે.
PR
P.R
હાલમાં તેની પાસે રાગીની એમએમએસ-2 જેવી હોટ ફિલ્મ છે..પરંતુ, હજી સુધી તેનું શૂટિંગ શરૃ થયુ નથી. તેની સાથે તેને બીજી ઘણી ફિલ્મોની ઓફર મળી છે પણ હજી સુધી તેણે બીજી કોઈ ફિલ્મને સાઈન કરી નથી. તેવા સંજોગોમાં હવે સની લિયોન હવે પારિવારીક ફિલ્મમાં કામ કરવાની યોજના બનાવી રહી છે. દર્શકો તેને પારિવારીક ફિલ્મમાં પસંદ કરે છે કે કેમ..તે સવાલનો જવાબ તો ભવિષ્યમાં મળશે પરંતુ, સની લિયોનનો ચાહક વર્ગ તેને પોર્ન સ્ટાર તરીકેની ઈમેજમાં જ પસંદ કરે છે તે તો સાબિત થઈ જ ચુક્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati