Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેટનો દુ:ખાવો હવે બિગ બીને ને હતાશ કરી રહ્યો છે

પેટનો દુ:ખાવો હવે બિગ બીને ને હતાશ કરી રહ્યો છે
P.R
પેટની બે સર્જરી કરાવ્યા પછી બિગ બીએ ભલે ફરીથી કામ કરવાની શરૂઆત કરી દીધી હોય પણ સર્જરીનો દુ:ખાવો હજી પણ તેમનો પીછો નથી છોડી રહ્યો. રામ ગોપાલ વર્માની 'ડિપાર્ટમેન્ટ'ના ડબિંગ સમયે બિગ બીને ફરીથી પેટનો દુ:ખાવો થયો હતો.

અમિતાભ બચ્ચને કહ્યુ હતું કે પેટનો આ સતત દુ:ખાવો તેમને હતાશાજનક લાગે છે.
69 વર્ષીય બિગ બીએ શુક્રવારે વહેલી સવારે ટ્વિટ કરી હતી કે, "સવારના 6 વાગ્યા છે અને 'ડિપાર્ટમેન્ટ'ના ડબિંગ માટે આવી ગયો છું પણ આ દરમિયાન પેટના દુ:ખાવાએ ફરથી શૂટિંગ સમયનો એ દુ:ખાવો યાદ અપાવી દીધો...બહુ જ હતાશાજનક છે!"

ઉલ્લેખનીય છે કે ફેબ્રૂઆરીમાં તેમના પેટની સર્જરી કરવામાં આવી હતી. મુંબઈના સેવન હિલ્સ હોસ્પિટલમાં જ તેમના પર સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેઓ થોડા સમય માટે તેઓ સંપૂર્ણ આરામ કરી રહ્યા હતા. જો કે, આ મહિનાની શરૂઆતમાં જ આઈપીએલ 5ની ઓપનિંગ સેરેમની સાથે તેમણે ફરીથી કામની શરૂઆત કરી હતી.

અત્યારે તેઓ 'ડિપાર્ટમેન્ટ' ફિલ્મનું ડબિંગ કરી રહ્યા છે જેમાં સાઉથ સ્ટાર રાણા દગ્ગુબત્તી અને સંજય દત્ત પણ મહત્વના રોલમાં જોવા મળશે.

અલબત્ત, તેમના આ દુ:ખાવાને કારણે તેઓ પોતાના કામ પર 100 ટકા ધ્યાન નથી આપી શકતા.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર વિસ્તારમાં જણાવતા લખ્યુ હતું કે, "ફિલ્મના ડબિંગ માટે સીનનો યોગ્ય ગ્રાફ અને ટોન મેળવવા માટે બહુ જ પ્રયાસો કરવા પડે છે, ઘણા મહિનાઓ પહેલા કર્યું હતું. અંધારા અને વેરાન એવા ડબિંગ થિયેટરમાં જ્યા માત્ર માઈક્રોફોન જ તમારો કો-સ્ટાર હોય ત્યારે કામ કરવું એક અઘરું કામ બની જાય છે."

તેમણે ઉમેર્યું હતું કે, "પણ ઈજાગ્રસ્ત પેટ અને જેણે પહેલાથી જ ઘણું સહન કર્યું છે. ત્યારે 'ડિપાર્ટમેન્ટ' માટે મારા આ પ્રયત્નો દરમિયાન લગભગ 7 વાગ્યાની આસપાસ, એ અસહ્ય દુ:ખાવો, જાણે કે કોઈએ તમારા પેટમાં ચાકુ મારી દીધુ હોય, તે ફરીથી આવી ગયો હતો."

'ડિપાર્ટમેન્ટ' 18મી મેના રોજ રિલીઝ થઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati