Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાર્શ્વ ગાયિકા મુબારક બેગમનુ નિધન

પાર્શ્વ ગાયિકા મુબારક બેગમનુ નિધન
મુંબઈ. , મંગળવાર, 19 જુલાઈ 2016 (12:26 IST)
પાર્શ્વ ગાયિકા મુબારક બેગમનુ લાંબી બીમારી પછી ગઈકાલે રાત્રે જોગેશ્વરી સ્થિત પોતાના ઘરમાં નિધન થઈ ગયુ. 80 વર્ષની મુબારક બેગમ લાંબા સમયથી બીમાર હતી. ગયા વર્ષે પુત્રીના મોતનો તેમને ખૂબ આધાત લાગ્યો હતો અને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહી હતી.  મુબારક બેગમ દુનિયાને અલવિદા કહી ચુકી છે પણ તેમની મખમલી અવાજનો જાદુ કદાચ જ ક્યારેય ઓછો થયો હશે. 
 
પરિવારના એક સભ્યએ જણાવ્યુ, "મુબારક બેગમ હવે આપણી વચ્ચે નથી. તેમનુ જોગેશ્વરીમાં પોતાના ઘરમાં ગઈકાલે રાત્રે સાઢા નવ વાગ્યે નિધન થઈ ગયુ. તે થોડો સમયથી બીમાર હતી."
 
1950 અને 60ના દસકામાં મુબારક બેગમની સુરીલી અવાજનો જાદુ ચાલ્યો. તેમણે હમરાહી, હમારી યાદ આયેગી, દેવદાસ, મધુમતી, સરસ્વતીચંદ્ર જેવા અનેક હિટ ફિલ્મોના ગીત ગાયા. મુબારક બેગમે પોતાની ગાયિકીના કેરિયર દરમિયાન એસડી બર્મન, શંકર જયકિશન અને ખૈય્યામ જેવા લગભગ દરેક મોટા સંગીતકાર સાથે કામ કર્યુ. 
 
2011માં મહારાષ્ટ્ર સરકારે આર્થિક કમજોરી અને બીમારીનો સામનો કરી રહેલ મુબારક બેગમને એક લાખ રૂપિયાની મદદ કરી હતી. પણ ત્યારબાદ બીજે ક્યાયથી પણ તેમની મદદ માટે હાથ આગળ ન આવ્યા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૂનમ પાંડેનો બોલ્ડ દેશી અવતાર