Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાક અભિનેત્રી વીણા મલિક બોલીવુડમાં

પાક અભિનેત્રી વીણા મલિક બોલીવુડમાં
, ગુરુવાર, 28 જુલાઈ 2011 (18:23 IST)
IFM

ટેલીવિઝન ચેનલ 'કલર્સ'ના લોકપ્રિય રિયલિટી કાર્યક્રમ 'બિગ બોસ' દ્વારા પ્રસિધ્ધિ મેળવનારી પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક હવે હિંદી સિનેમા જગતમાં પગલુ મુકવાની છે.

એટલુ જ નહી વીણાએ પોતાની બોલીવુડ ફિલ્મ 'દાલ મે કુછ કાલા'નુ શૂટિંગ પણ શરૂ કર્યુ છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં વીણાની બેવડી ભૂમિકા છે. આ ઉપરાંત આ અભિનેત્રીને ઘણી ફિલ્મોના આઈટમ નંબરના પણ પ્રસ્તાવ મળ્યા છે, પરંતુ વીણાનુ કહેવુ છે કે હાલ તે એ માટે તૈયાર નથી.

Share this Story:

Follow Webdunia gujarati