Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનમાં કિક ફિલ્મ દર્શાવી રહેલા સિનેમાઘર પર બોંબ હુમલો

પાકિસ્તાનમાં કિક ફિલ્મ દર્શાવી રહેલા સિનેમાઘર પર બોંબ હુમલો

પાકિસ્તાનમાં  કિક ફિલ્મ દર્શાવી રહેલા સિનેમાઘર પર બોંબ હુમલો
, શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (17:55 IST)
કરાચી 
 
સલમાના ખાનની કિક ભારત સહિત વિદેશમાં સફળના શિખરો સર કરી છે. પાકિસ્તાનમાં પણ આ ફિલ્મે સારો વકરો કર્યો છે. ત્યારે કરાચીના કાપરી સિનેમાઘરમાં જયારે કિક ફિલ્મ દર્શાવાઈ રહી હતી. ત્યારે કેટલાક અજાણયા લોકોએ હેંડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં બે લોકો ઘાયાલ થયા હતા. 
 
કરાચીમાં કિક રિલીઝ કરતાં નારાજ થયેલા કેટલાક અજાણયા લોકોએ સિનેમાહોલમાં હેન્ડ ગ્રેંડ ફેકયું હતું જેના કારણે અફડાતફડી ફેલાઈ ગઈ હતી. એમએ જિન્ન રોડ પર આવેલા સિનેમાઘરમાં કિકન શો હાઉસફુલ થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ હુમલા  પાછળ શું ઈરાદો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરો આશય ગ્રેનેડ ફેંકીને સંપતિને નુકશાન પહોંચાડીને ભય ફેલાવવાનો હોઈ શકે છે..
 
વરિષ્ઠ પોલીસ અધિકારી ઈમરાન શૌકતે જણાવ્યું હતું કે એક મોટર સાયકલ પર સવાર બે લોકોએ કાપરી સિનેમાના એંટ્રી ગેટ પર હેંડ ગ્રેંડ ફેંકીને રવાના થઈ ગયાં હતા. 
 
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઈનની રજા કારમે મોટાભાગના સિનેમાઘરોમાં શો હાઉસફુલ જઈ રહ્યા છે. ભારતાની જેમ પાકિસ્તાનમાં પણ કિકના શોને જોવા મોટા પ્રમાણમાં દર્શકો આવી રહ્યાં છે.  
  
 

Share this Story:

Follow Webdunia gujarati