Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પહેલા તૈયાર થયા પછી હવે કરીશમા છુટાછેડા આપવા નનૈયો ભણે છે

પહેલા તૈયાર થયા પછી હવે કરીશમા છુટાછેડા  આપવા નનૈયો ભણે છે
મુંબઈ , બુધવાર, 2 ડિસેમ્બર 2015 (11:25 IST)
એક સમયની જાણીતી અભિનેત્રી કરીશમા કપૂર તેના છુટાછેડાને લઈને ફરી એકવાર ચમકી છે. કરીશમા કપૂરે તેના પતો સંજય કપૂર સાથે છુટાછેડા લેવાની છે અને બ્ન્ને પક્ષોએ કોર્ટમાં પરસ્પર સમજૂતીથી છુટા થવા માટે જણાવ્યું હતું. 
 
જો કે હવે એવું જાણવા મળ્યું છે કે કરીશમાએ પરસ્પરની સમજૂતીથી છુટાછેડા લેવા માટે નામંજૂર થઈ છે. કરીશમાએ કોર્ટમાંથી પોતાની સમજૂતી પાછી ખેંચી લીધી છે.
 
કરીશમાના વકીલે જણાવ્યું હતું કે બન્ને પક્ષો વચ્ચે કેટલાક મુદ્દે સહમતીના સધાતા અમે બુધવારે સમજૂતી માટેની અરજી પાછી ખેંચી લીધી છે. બોલીવુડાઅ સૂત્રો એવું જણાવે છે તે ડિવોર્સ માટે તૈયાર થયેલા સંજય કપૂર આર્થિક વળતર માટે જે તૈયારી બતાવી હતી તે પુરી ના કરતા કરીશ્મા હવે તેને છુટાછેડા આપવા તૈયાર નથી. 
 
એક સમયે કોર્ટમાં પરસ્પર સમજૂતીથી છુટા પાડવા માટે તૈયાર થયેલું આ સેલીબ્રીટી કપલ હવે આથિક વળતર મુદ્દે એકબીજા પર ગંભીર આક્ષેપો કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે તે ડિવોર્સ માટે કરિશમા તેને ઉદ્યોગપતિ પાસે કરોડો રૂપિયા માંગી રહી છે જે આપવા માટે સંજય કપૂર સહમત નથી. કરીશમાએ માંગેલી રકમનો સંજયે ઈનકાર કરતા હવે હીરોઈને કોર્ટમાં છેક છેલ્લે સુધી લડવા તૈયાર થઈ છે. 
 
કરીશમા અને સંજય કપૂરને સમાયરા અને કિઆના રાજ નામની બે દીકરીઓ છે. 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati