Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ન્યાય નહી મળે તો કમલ હસન દેશ છોડી દેશે !!!

ન્યાય નહી મળે તો કમલ હસન દેશ છોડી દેશે !!!
ચેન્નઈ , બુધવાર, 30 જાન્યુઆરી 2013 (13:41 IST)
P.R
પોતાની ફિલ્મ 'વિશ્વરૂપમ' ને લઈને ચાલી રહેલ વિવાદ અને તમિલનાડુ સરકારના વ્યવ્હારથી નારાજ ફિલ્મ અભિનેતા-નિર્માતા કમલ હસને દેશ છોડવાની ધમકી આપી છે. કમલ હસએન કહ્યુ કે તેઓ પોતની ફિલ્મને લઈને થઈ રહેલ રાજનીતિથી ખૂબ જ દુ:ખી છે અને ઈંસાફ નહી મળે તો દેશ છોડી શકે છે. કમલ હસને કહ્યુ કે તેમને અભિવ્યક્તિની આઝાદી નહી મળે તો તેઓ દેશ છોડીને જતા રહેશે. હસને કહ્યુ કે જો તેમની સાથે આવો જ વ્યવ્હાર કરવામાં આવતો રહેશે અને ઈંસાફ નહી મળે તો તેઓ એમ.એફ. હુસૈનની જેમ દેશ છોડી દેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વરૂપમને હાઈકોર્ટથી મંજૂરી મળી ગઈ છે, પણ તમિલનાડુ સરકારે આ નિર્ણય વિરુધ હાઈકોર્ટની ડબલ બેચમાં અરજી નોંધાવી છે. મદ્રાસ હાઈકોર્ટે કમલ હસનને રાહત આપતા તેમની ફિલ્મ વિશ્વરૂપમ પરથી ગઈકાલે પ્રતિબંધ હટાવી લીધો હતો અને પ્રદર્શનની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે મુસ્લિમ સંગઠનોના વિરોધને જોતા ફિલ્મ પર રોક લગાવી દીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati