Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાના પાટેકર દક્ષિણ ફિલ્મોમાં

નાના પાટેકર દક્ષિણ ફિલ્મોમાં
કન્નડ ફિલ્મ યક્ષ દ્વારા દક્ષિણ ભારતના ફિલ્મ ઉદ્યોગમાં બોલીવુડ અભિનેતા નાના પાટેકર પ્રવેશ કરી રહ્યા છે. હાલ તો તેઓ પ્રકાશ ઝા ની ફિલ્મ 'રાજનીતિ'મા વ્યસ્ત છે.

કન્નડ ફિલ્મ યક્ષનુ નિર્માણ સિદ્દારાજૂ અને નિર્દેશન રમેશ રાવ કરવા જઈ રહ્યા છે. નાના આ ફિલ્મમાં વિશેષ ભૂમિકામાં ભજવશે. રાવે જણાવ્યુ કે અમે તેમને કહ્યુ છે કે તેમની સુવિદ્યા ખાતર અમે આ ફિલ્મનુ શૂટિંગ ટુકડે-ટુકડે પુરૂ કરીશુ. તો તેઓ આ રાજી થઈ ગયા.

કન્નદ ફિલ્મ યક્ષના નિર્દેશક રાવે જણાવ્યુ કે જ્યારે તેમણે આ ફિલ્મની પટકથા લખી તો તેમના મગજમાં નાના પાટેકરનો જ વિચાર હતો અને તેમણે નિર્માતાને આ પાત્ર માટે નાના પાટેકરના નામની સલાહ આપી. તેમણે વધુમાં જણાવ્યુ કે જ્યારે હું આ પટકથા લઈને નાના પાટેકરને મળ્યો તો તેમણે પટકથા ખૂબ ગમી પરંતુ તેમણે કહ્યુ કે તેઓ એ ફિલ્મ માટે વધુ ડેટ્સ નહી આપી શકે.

Share this Story:

Follow Webdunia gujarati