Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નત્થાને મળ્યા ફક્ત બે લાખ રૂપિયા

નત્થાને મળ્યા ફક્ત બે લાખ રૂપિયા
IFM
'પીપલી લાઈવ'સાથે તેના નિર્માતા ભલે કરોડો રૂપિયા કમાવી રહ્યા હોય, પરંતુ ફિલ્મમાં નત્થાની ભૂમિકા ભજવનારા ઓંકારદાસ માણિકપુરીને ફક્ત બે લાખ રૂપિયા મળ્યા છે.

ફિલ્મ બનાવતી વખતે નિર્માતા આમિર ખાને પણ નહી વિચાર્યુ હોય કે 'પીપલી લાઈવ' જેવી સ્ટાર વગરની ફિલ્મ આટલી મોટી હિટ થશે અને આ જ કારણે ઓછા બજેટમાં તેમણે ફિલ્મ બનાવી. હવે જોકે ફિલ્મ સફળ થઈ ચૂકી છે, શક્ય છે કે આમિર પોતાના કલાકારોને થોડા પૈસા વધુ આપે. માણિકપુરીને આ વાતની કોઈ ફરિયાદ નથી કે તેમણે બે લાખ રૂપિયા જ મળ્યા, તેઓ તો ખુશ છે કે તેમને આમિર ખાન જેવી વ્યક્તિની ફિલ્મમાં કામ કરવાની તક મળી.

માણિકપુરીની હવે ઓળખ બની ગઈ છે અને લોકો તેને નત્થાના નામે જ વધુ ઓળખે છે. તાજેતરમાં જ તે પોતાના ગૃહગ્રામ વૃંદાનગર ગયા તો લોકોએ તેમનુ જોરદાર સ્વાગત કર્યુ. તેમને સન્માનપૂર્વક બેસાડ્યા. બધા તેમની એક ઝલક જોવા આતુર હતા.

જે શાલામાં તેમણે પ્રાઈમરી સુધી અભ્યાસ કર્યો હતો, એ જ શાળામાં તેમનુ સન્માન કરવામાં આવ્યુ. ઓંકારદાસના પ્રત્યે લોકોનો પ્રેમ જોઈએ તેની મા ગુલાબ બાઈ, પત્ની શિવકુમારી, પુત્રી ચુમેશ્વરી, ગીતાંજલિ અને પુત્ર દેવેન્દ્ર દાસની આંખોમાં આંસુ છલકી પડ્યા. ખુદ ઓંકારદસની આંખોમાં આંસુ છલકી પડ્યા. ખુદ ઓંકારદાસ પણ પોતાને આંખોમાં આંસુ રોકી ન શક્યા.

ઓંકારદાસ માટે આ મુકામ સુધી પહોંચવુ સહેલુ નહોતુ. ઘણીવાર તેઓ ભૂખ્યા પેટ સૂઈ ગયા, પરંતુ અભિનયના પ્રત્યે તેમનુ ઝનૂન જીવંત રહ્યુ. તેઓ હવે સારી સ્ક્રિપ્ટની શોધમાં છે અને તેમને ઘણી ફિલ્મોના ઓફર મળ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati