Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધર્મેન્દ્રની સ્ટાઈલ મારશે સલમાન

ધર્મેન્દ્રની સ્ટાઈલ મારશે સલમાન
IFM
'લંડન ડ્રીમ્સ'માં સલમાન ખાન પોતાના પ્રિય અભિનેતા ધર્મેંન્દ્રની સ્ટાઈલમાં નાચતા જોવા મળશે. ઘર્મેન્દ્રના એક વિશેષ સ્ટેપ્સ છે અને સલમાને આ સ્ટેપ્સને 'મન કો અતિ ભાવે'નામના ગીતમાં લીધા છે.

પેરિસમાં ફિલ્માવેલા આ ગીતમાં અસિનને સલમાન પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. સલમાને જ્યારે ઘર્મેન્દ્રના સ્ટેપ્સને લેવા અંગે કોરિયોગ્રાફર રાજીવ સૂરતીને વાત કરી તો તેઓ તરત જ માની ગયા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઘર્મેન્દ્રના સલમાન ખૂબ મોટો પ્રશંસક છે. સલમાનના કહેવાથી જ ઘર્મેન્દ્રએ ટીવી શો 'દસ કા દમ'માં પોતાના પુત્ર સની દેઓલ સાથે ભાગ લીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati