Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દીપિકાના માય ચોઈસના જવાબમાં આવ્યુ મેલ વર્ઝન

દીપિકાના માય ચોઈસના જવાબમાં આવ્યુ મેલ વર્ઝન
, મંગળવાર, 31 માર્ચ 2015 (17:57 IST)
સિને અભિનેત્રી દિપિકા પાદુકોણ 98 મહિલાઓ સાથે એક વીડિયોમાં જીંદગીના બધા પહેલુઓમાં સ્ત્રીઓ માટે બરાબરીની અવાજ બુલંદ કરતી જોવા મળી રહી છે. 
માય ચોઈસ નામના આ 34મિનિટના વીડિયોનુ નિર્દેશન હોમી અદજાનિયાએ કર્યુ છે. હોમી સાથે દીપિકાએ કોકટેલ અને ફાઈડિંગ ફની ફિલ્મોમાં કામ કર્યુ છે. આ વીડિયોના નિર્માતા દિનેશ વિજાન છે. બ્લેક એંડ વ્હઈટ વીડિયોમાં 29 વર્ષની દીપિકાએ મહિલાઓ વિશે પુરૂષોની કુંઠિત વિચારને બદલવાનુ આહ્વાન કર્યુ છે.  
 
દીપિકાના આ વીડિયોના જવાબમાં વધુ એક વીડિયો 
 
બધુ જ હૂબહૂ દીપિકા પાદુકોણના માઈ ચોઈસ જેવુ. ફ્રેમ બાઈ ફ્રેમ. સંવાદ દર સંવાદ. ત્યા 99 મહિલાઓ હતી તો અહી અનેક પુરૂષો. દીપિકાના માઈ ચોઈસના જવાબમાં એક વધુ વીડિયો આવ્યો છે. 
 
આ વીડિયોમાં દીપિકાની જેમ એક યુવક કહે છે માય બોડી માઈ માઈંડ એંડ માય ચોઈસ. પુરૂષ કહે છે કે આ મારી મરજી છે કે લગ્ન પહેલા સેક્સ કરુ કે કટ.. કટ.. કટ.. 
 
વીડિયોના ક્લાઈમેસમાં જેવુ કહેવાય છે કે લગ્ન પછી સેક્સ કરુ .. માય ચોઈસ.. ત્યા સ્ટોરી બદલાય જાય છે. અંતમાં સ્ક્રીન પર એક લાઈન આવે છે. દરેક સ્ત્રી અને પુરૂષનુ સન્માન કરો. 
 
અમે દગાબાજી અને એડલ્ટ્રીનુ સન્માન નથી કરી શકતા. આ સાથે જ એક પુરૂષને મારતી મહિલા દેખાય છે. જે પ્રેગનેંટ હોય છે. એ કહે છે કે તે મારી જીંદગી બરબાદ કરી નાખી. 

Share this Story:

Follow Webdunia gujarati