Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દીપિકાએ રણબીરની ઉંધ ઉડાવી

દીપિકાએ રણબીરની ઉંધ ઉડાવી
IFM





















દીપિકા પાદુકોણ અને વિજય માલ્યાના પુત્ર સિધ્ધાર્થની વચ્ચે લિંકઅપની અફવાઓએ દીપિકાના એક્સ બોયફ્રેંડ રણબીર કપૂરની ઉંધ ઉડાવી દીધી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રણબીર હવે ફરી દીપિકાનુ દિલ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

દીપિકા અને રણબીર વચ્ચે જ્યારથી બ્રેકઅપ થયુ છે દીપિકાનુ નામ ક્યારેક ફરહાન અખ્તર તો ક્યારેક શાહિદ કપૂરની સાથે જોડવામાં આવ્યુ. તાજેતરમાં જ આઈપીએલ મેચ દરમિયાન દીપિકા રોયલ ચેલેંજર્સ બેંગલુરુનુ સમર્થન કરતી જોવા મળી.

આરસીબી ટીમના માલિક વિજય માલ્યા છે. તેમના પુત્ર સિધ્ધાર્થ પણ આ મેચને જોવા દીપિકાની સાથે હાજર હતા. તેમણે પોતાની ટીમની સફળતાનો શ્રેય દીપિકાને આપ્યો અને કહ્યુ કે દીપિકા તેમની ટીમ માટે લકી છે. ત્યારબાદથી જ દીપિકાની સાથે સિધ્ધાર્થનુ નામ જોડાઈ ગયુ.

આ પ્રકારના સમાચારોએ રણબીરને હેરાન કરી નાખ્યો. થોડા દિવસો પહેલા પ્રેસ કોંફ્રેસમાં તેમણે દીપિકાનો પક્ષ લેતા કહ્યુ કે દીપિકા એક સારી છોકરી છે અને તેમનુ નામ કોઈની સાથે જોડવુ એ ખોટું છે.

રણબીર વર્તમાન સમયમાં દીપિકાને મનાવવાની કોશિશમાં લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા તેમણે દીપિકાને ઘણા એસએમએસ કર્યા.

Share this Story:

Follow Webdunia gujarati